સેમસંગ તેના નવાં ફ્લેગશિપ સ્માર્ટફોનને આ ફીચર સાથે કરશે લોન્ચ

February 16, 2018 at 12:25 pm


મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ આવતા સપ્તાહથી શરૂ થશે અને આ દરમિયાન સેમસંગની સૌથી મોટી ઈવેન્ટ Unpacked પણ થશે. આ ઈવેન્ટનમાં સેમસંગ પોતાનો આ વર્ષનો ફ્લેગશિપ સ્માર્ટફોન એટલે કે Galaxy S9 અને Galaxy S9 Plus લોન્ચ કરશે.સ્માર્ટફોન લોન્ચ થતા પહેલાં તેની તસ્વીરો અને સ્પેસેફિકેશન લીક કરનાર બ્લોગર ઈવાન બ્લાસએ આ સ્માર્ટફોનની તસ્વીરો ટ્વિટર પર શેર કરી છે. તેને જોઈને એવું કહી શકાય છે કે કંપનીએ ઘણા બધા ફેરફાર કર્યા છે. તેમજ ડિઝાઈનમાં જરૂરી ફેરફાર કર્યો છે.

સેમસંગએ ટીઝર વીડિયો રિલીઝ કર્યો છે, જે સ્લો મોશનમાં છે. કેમેરો આ કંપનીનાં ફ્લેગશિપની ખાસિયત છે અને આ વખતે પણ કંપની શાનદાર કેમેરાની સાથે સ્માર્ટફોન લોન્ચ કરશે. Galaxy S9 અને S9 Plus બેઝલ લેસ ડિસ્પ્લે વાળો સ્માર્ટફોન હશે અને તે S8 સાથે થોડો મળતો આવે છે. પહેલાં જેવી કર્વ્ડ ડિસ્પ્લે મળશે. S9 Plus કેમેરા મોડ્યૂઅલ ડ્યુઅલ છે અને તે વર્ટિકલ છે. કલર ઓપ્શન વિશે ઈવના બ્લાશએ કહ્યું કે, S9 મિડનાઈટ બ્લેક, પર્પલ, ટાઈટેનિયમ ગ્રે અને કોરલ બ્લૂમાં ઉપલબ્ધ હશે.Galaxy S9 અને S9 Plusમાં ક્વોલકોમનું લેટેસ્ટ પ્રોસેસર Snapdragon 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે એટલે કે સૌથી પહેલાં આ પ્રોસેસર આ સ્માર્ટફોનમાં આપવામાં આવશે. 4GBની રેમ હોય તેવી સંભાવના છે અને 64GB મેમરી અને 128GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે. જો કે, કેટલાંક રિપોર્ટમાં કહેવમાં આવ્યું છે S9+ માં 6GB રેમ અને 128GB ઈન્ટરનલ મેમરી આપવામાં આવી શકે છે.ડિસ્પ્લેની બાબતમાં સેમસંગ છેલ્લા બે વર્ષથી સારું કરી રહી છે, કેમ કે, કંપની ઓલેડ પેનલ યૂઝ કરે છે. આ વખતે બંને ફ્લેગશિપ સ્માર્ટફોનમાં ઓલેડ પેનલ આપવામાં આવી છે. Galaxy S9ની ડિસ્પ્લે 5.8 ઈંચની હશે, જ્યારે Galaxy S9+ 6.2 ઈંચની હશે.

iPhone Xની જેમ આ વખતે સેમસંગએ પણ ફેશિયલ રેકોગ્નિશન ફીચર આપી શકે છે. રિપોર્ટનાં અનુસાર, આ વખતે કંપની iPhone X કરતા પણ વધારે સિક્યોર અને સટીક ફેશિયલ રિકોગ્નિશન આપવાની તૈયારીમાં છે. કેમ કે, પહેલાં પણ કંપનીએ ફેશિયલ રિકોગ્નિશન પોતાના સ્માર્ટફોનમાં આપ્યું હતું.

print

Comments

comments

VOTING POLL