સેલ્ફી ઘેલા લોકોએ અટલજીની ચિતા પણ ન છોડી

August 18, 2018 at 11:03 am


ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શુક્રવારે સાંજે વિદાય આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિત દેશ-વિદેશના મહાનુભાવોની હાજરીમાં યમુના કિનારે તેમને અંતિમ વિદાય આપવામાં આવી એ પછી વીવીઆઈપીઆે વિદાય થયા અને સ્મૃતિ સ્થળને સામાન્ય લોકોના દર્શનાર્થે ખુલ્લાે મૂકવામાં આવ્યો હતો.

આ તક મળતાં જ આસપાસ હાજર લોકોએ દર્શન તો કર્યા પરંતુ સેલ્ફી ઘેલા કેટલાક લોકોએ અટલજીની ચિતા સાથે સેલ્ફીઆે પાડવાનું પણ શરુ કર્યું હતું. કોઈ મહાનુભાવના મોતનો મલાજો જાળવવાની પણ તસ્દી લીધી નહોતી. જોકે, તે સમયે સુરક્ષા ગાડ્ર્સ હાજર નહોવાથી તેમને કોઈ ટપાર્યા પણ નહોતા.

હંમેશા લો પ્રાેફાઇલ રહેનારો અટલજીનો પરિવાર પણ શોકમગ્ન ચૂપચાપ હાજર હતો. હંમેશા લોકો વચ્ચે રહેવા ટેવાયેલા અટલજીની ચિતા સાથે લોકો પોતાની યાદગીરી રાખી શકે તેવા ભાવ સાથે પરિવારજનોએ પણ કોઈને ટપાર્યા નહોતા. જોકે, સેલ્ફી ઘેલી જનરેશન ક્યાં સેલ્ફી લેવી અને ક્યાં ન લેવી તેનું ભાન જાળવી શકી નહોતી.

print

Comments

comments

VOTING POLL