સેવકભટીયા પાટીયાથી નકટા બાવળીયા સુધીના રોડ પર આેવરલોડ વાહનોથી ગ્રામજનો પરેશાન

June 30, 2018 at 11:56 am


લાલપુર તાલુકાના સેવકભટીયાના પાટીયેથી નકટા બાવળીયા સુધી સીગલ પટ્ટીનો રોડ રસ્તો આવેલો છે જેમાં સેવકભટીયા, સેવકધુણીયા, આરબલુસ ગામ આવે છે આ રસ્તા ઉપર ડટ ભરેલી ભારે વાહનોની ગાડીઆે આેવરલોડ માલ ભરીને ચલાવવામાં આવતી હોય જેના કારણે સીગલ પટ્ટીનો ડામર રોડ તુટી જાય છે અને ગ્રામજનોને હાલાકી ભોગવવી પડે છે આ બાબતે વારંવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા ભારે વાહનો આ રસ્તેથી ચાલતા હોય તે બંધ કરાવવાના કોઇ નકકર પગલા ભરવામાં આવેલ નથી આથી આરબલુસ ગ્રામ પંચાયતના સરપંચ અને સેવકધુણીયા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

જેમાં જણાવ્યુ છે કે આેવરલોડ માલ ભરીને વાહનો ચાલે છે જે ગામના રોડ પર પ્રાથમિક શાળા આવેલી છે આથી અકસ્માત થવાનો ભય રહે છે ઉપરાંત અભ્યાસમાં પણ ખલેલ પહાેંચતી હોય તા. 9-7-18 સુધીમાં આેવરલોડ માલવાહનો આ રસ્તા પરથી ચલાવવાનું બંધ કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવુ પડશે તેવી ચિમકી આપી હતી.

print

Comments

comments

VOTING POLL