સૈનિક સ્કૂલોમાં હવે વિદ્યાર્થિનીઓ પણ ભણી શકશે

August 12, 2017 at 11:09 am


કેન્દ્ર સરકાર દેશભરની સૈનિક સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને એડમીશન આપવા સંબંધી પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. લોકસભામાં રક્ષા રાજ્યમંત્રી સુભાષ રામરાવ ભામરેએ આ જાણકારી આપી હતી.
સદનના સભ્યો હેમંત તુકારામ ગોડસે અને રાજીવ સાતવના પ્રશ્નનો જવાબ આપતાં સુભાષ ભામરેએ જણાવ્યું કે સૈનિક સ્કૂલોમાં વિદ્યાર્થિનીઓને ભણવાની અનુમતિ આપવાનો પ્રસ્તાવ આવ્યો હતો. આ અંગે સંસદની સ્થાયી સમિતિનું સુચન પણ આવ્યું હતું. આ ઉપરાંત હાઈકોર્ટમાં એક જનહિત અરજી પણ કરાઈ હતી અને અન્ય વર્ગોના પણ આ અંગે સુચનો આવ્યા હતા. તેમણે જણાવ્યું કે આ અંગે સર્વિસ હેડક્વાર્ટરે કહ્યું કે સૈનિક સ્કૂલનો હેતુ યુવકોને એનડીએ માટે તૈયાર કરવાનો છે અને એનડીએમાં યુવતીઓને લેવામાં આવતી નથી.
રક્ષા રાજ્યમંત્રીએ કહ્યું કે યુવતીઓને સૈનિક સ્કૂલમાં પરવાનગી આપવાનો પ્રસ્તાવ વિચારાધીન છે.

print

Comments

comments

VOTING POLL