સૈનિક સ્કૂલ બાલાચડીમાં આંતર છાત્રાલય સાંસ્કૃતિક સ્પર્ધા સંપન્ન

September 8, 2018 at 11:26 am


તાજેતરમાં સૈનિક સ્કૂલ બાલાચડી દ્વારા આંતર છાત્રાલય સાંસ્કૃતિક સ્પર્ધા 2018-19નું આયોજન કરવામાં આવ્યું હતું.વિદ્યાર્થીની અંદર રહેલ સુષુપ્ત શક્તિ અને પ્રતિભાને બહાર લાવવાના ભાગ રૂપે દર વર્ષે આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં સ્કૂલના તમામ છાત્રાલયોએ ભાગ લીધો હતો.જેમાં વિદ્યાર્થીઓએ સમૂહ ગાન, હિન્દી નાટક, અંગ્રેજી નાટક, માસ્ટર સ્ટોકજેવા કાર્યક્રમો ઉપરાંત શહીદોના જીવન અને કાર્ય સંદર્ભેના કાર્યક્રમો ‘એકભારત શ્રેષ્ઠ ભારત અભિયાન’ અંતરગત કરવામાં આવ્યા હતા.

ત્રણ દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં શિવાજીઅને આંગ્ર છાત્રાલય પ્રથમ નંબર સાથે વિજેતા બન્યા હતા જ્યારે ગરુડ છાત્રાલયે દ્વિતીયસ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત જુનીયર કેટેગરીમાં નેહરૂ છાત્રાલયે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ કાર્યક્રમોની પણ પસંદગી કરવામાં આવી હતી. જેમાં શ્રેષ્ઠ દેશભક્તિ ગીત ગરુડ અને શિવાજી હાઉસનું, શ્રેષ્ઠ હિન્દી અને અંગ્રેજી નાટક શિવાજી હાઉસનું અને શ્રેષ્ઠ માસ્ટર સ્ટોક આંગ્ર હાઉસનો પસંદગી પામ્યો હતો.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા સ્કૂલનમા આચાર્યશ્રી ગૃપ કેપ્ટન રવીન્દર સિંહે જણાવ્યું હતું કે અભ્યાસક્રમ ઉપરાંત આ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે અને તેમની અંદર રહેલ સુષુપ્ત શક્તિના વિકાસ માટે પ્લેટફોર્મ મળી રહે છે. તેમણે વિજેતા છાત્રાલયને અભિનંદન આપ્યા હતા તથા વિદ્યાર્થીની આ કલાત્મક પ્રતિભાને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફ અને તેમના પરિવારજનો ઉપસ્થિત કહ્યા હતાં.

print

Comments

comments

VOTING POLL