સૈન્ય પાસે દારૂગોળો કેટલો?: કોણ સાચું

September 13, 2017 at 6:17 pm


ભારતની સામે પાકિસ્તાન અને ચીન ધમપછાડા કરી રહ્યા છે ત્યારે વચમાં એવી સ્થિતિ પણ સર્જાઈ હતી કે, બે મોરચે યુધ્ધ માટે તૈયાર રહેવું પડે અને દેશના સૈન્યના વડાએ પણ આ મુજબની વાત કરી હતી. આ દરમિયાન એવા અહેવાલો બહાર આવ્યા હતા કે, ભારત પાસે પુરતા પ્રમાણમાં દારૂગોળો કે અન્ય યુધ્ધ સામગ્રી નથી. જો કે, આ બાબતે ઘેરો વિસંવાદ સર્જાયો છે. નવા સંરક્ષણ મંત્રી નિર્મલાજીએ આ વાતને તદ્દન ખોટી ગણાવી છે. કેગના અહેવાલમાં દારૂગોળો ઓછો હોવાનો ઉલ્લેખ હતો.

નવાં નવાં સંરક્ષણ પ્રધાન બનેલાં નિર્મલા સીતારામને હાલમાં જ એમ જણાવ્યું હતું કે લશ્કર પાસે માત્ર ૨૦ જ દિવસનો દાગોળો હોવાનો કેગનો અહેવાલ હકીકતથી અલગ છે. આ અહેવાલ ખોટો છે. ભારતીય લશ્કર પાસે દાગોળાની કોઈ જ કમી નથી. આ ખોટી વાત છે અને તેના પર ચર્ચા કરવી પણ યોગ્ય નથી. સંસદના ચોમાસું સત્ર (જુલાઈ–આગસ્ટ)માં રજૂ થયેલા કેગના અહેવાલમાં એમ જણાવાયું હતું કે ભારતીય લશ્કર પાસે માત્ર ૨૦ દિવસ ચાલે એટલો જ દાગોળો છે, યારે ખરેખર તો એમની પાસે ઓછામાં ઓછા ૪૦ દિવસ ચાલે એટલો દાગોળો હોવો જોઈએ.

સીતારામન અત્યારે મોદીના ખાસ વ્યકિત બની ગયાં છે અને તેના કારણે જ તેઓ સંરક્ષણ પ્રધાન પણ બન્યાં છે. સીતારામનને રાજકારણમાં અણ જેટલી લઈ આવ્યા છે અને અડવાણીજીને કહીને તેમને ભાજપના પ્રવકતા બનાવ્યા હતા. અણ જેટલી સીતારામનની પહેલા સંરક્ષણ ખાતું સંભાળતા હતા. અણ જેટલીએ ત્યારે સંરક્ષણ પ્રધાન તરીકે સંસદમાં જણાવ્યું હતું કે દાગોળો ઓછો હોવાની વાત એક ખાસ સમયની વાત છે.
આવા સમયે કોણ સાચું બોલી રહ્યું છે, કોણ ખોટું બોલે છે, એની સામાન્યજનને જાણ થતી નથી. કેમ કે આ ત્રણેય જણ એક જ સરકારમાં જોડાયેલા છે. સીતારામન અત્યારે કેગના અહેવાલને હકીકતથી વિદ્ધનો બતાવે છે. એ જ સીતારામન અને તેમનો પક્ષ તેમ જ તેમના નેતાઓ આ જ કેગના બધા અહેવાલને આધારે કોલસા કૌભાંડથી માંડીને ટેલિકોમ અને બીજાં અનેક કૌભાંડોમાં યુપીએ સરકારને મહાભ્રષ્ટ્રાચારી ગણાવીને તેને આરોપીના પીંજરામાં ઊભા કરવામાં એક પણ તક છોડતા નહોતા

print

Comments

comments

VOTING POLL