સોખડા નજીક 1.24 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો

April 21, 2017 at 2:58 pm


શહેરના તમામ પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષમાં પકડાયેલો 1.24 કરોડનો વિદેશી દારૂનો કોર્ટના આદેશના પગલે પોલીસે કુવાડવાના સોખડા નજીક લઈ જઈ નાશ કરાયો હતો. જેમાં કુવાડવા પોલીસ મથકનો 56 લાખ, માલવીયાનો 14 લાખ, પ્ર.નગરનો 10 લાખ, ભકિતનગરનો 12 લાખ સહિત તમામ પોલીસ મથકમાંથી કુલ 517 ગુનામાં પકડાયેલો દારૂ નાશ કરાયો હતો. જેમાં ડીસીપી ઝોન 1, 2, એસીપી, પીઆઈની હાજરીમાં નાશ કરાયો હોવાનું બહાર આવ્યું છે.

જાણવા મળતી વિગત મુજબ ગત 2016-17 વર્ષ દરમ્યાન પકડાયેલો વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટે આદેશ આપતા શહેરના તમામ પોલીસ મથકો જેમાં કુવાડવાનો 56 લાખ, માલવીયાનો 14 લાખ, પ્ર.નગરનો 10 લાખ, ભકિતનગરનો 12 લાખ સહિત 517 ગુનામાં પકડાયેલો 53,726 બોટલ જેની કિંમત રૂા.1,24,57,998નો દારૂ કુવાડવાના સોખડા નજીક લઈ જઈ બુલડોઝર ફેરવી નાશ કરાયો હતો.
દરમ્યાન ડીસીપી ઝોન 1ના આેડેદરા, ઝોન 2ના વાઘેલા, ક્રાઈમ બ્રાંચના એસીપી હર્ષદ પટેલ, બન્નાે જોષી, હર્ષદ મહેતા, કુવાડવાના પીઆઈ મોળીયા, પીઆઈ કે.એમ.રાવલ સહિતના અધિકારીઆે તેમજ કર્મચારીઆેની હાજરીમાં નાશ કરાયો હતો.

print

Comments

comments

VOTING POLL