સોનમ કપૂર બનવા માંગે છે પાંચ પતિઓની પત્ની દ્રોપદી

October 4, 2017 at 6:14 pm


ભારતીય ફિલ્મ જગતની સૌથી મોટી ફિલ્મ બાહુબલી બાદ ઐતિહાસિક કથાઓ પર ફિલ્મો બનાવવાનો નવો ટ્રેન્ડ ફિલ્મ જગતમાં શરૃ થઇ રહ્યો છે. બોલિવુડ અભિનેત્રી સોનમ કપૂરની નજર મહાભારતની સ્ટોરી પર છે. સોનમ કપૂર પોતાની આગામી ફિલ્મ વીરે દી વેડિંગનું શૂટિંગ પૂર્ણ કયર્િ બાદ મહાભારતની સ્ટોરી પર પોતાના હોમ પ્રોડકશનના બેનર હેઠળ ફિલ્મ બનાવવા માગે છે.

સોનમ કપૂર મહાભારતની આ સ્ટોરીમાં આધુનિક દ્રૌપદીનું કિરદાર નિભાવવા માગે છે. અભિનેત્રીએ મહાભારતની સ્ટોરીને આધુનિક રંગરૃપ આપવા માટે સિંગાપુર સ્થિત લેખક કૃષ્ણા ઉદયશંકરની બેસ્ટ સેલર સિરીઝ નોવેલ ધ આર્યવર્ત ક્રોનિકલ્સના સંપૂર્ણ અધિકાર ખરીદી લીધા છે. ગોવિંદા, કૌરવ અને કુરૃક્ષેત્ર પર લખેલી આ પુસ્તક આધુનિક યુગને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે. આ જ નોવેલના કેટલાક ભાગમાંથી અભિનેત્રી આધુનિક મહાભારત બનાવવાની છે. આજના યુગને ધ્યાનમાં રાખીને આ નોવેલ લખવામાં આવી છે અને હું આ નોવેલથી ખૂબ જ પ્રભાવિત થઇ છું. દ્રૌપદી તરીકે હું જ ફિલ્મમાં લીડ રોલ નિભાવવાની છું એમ સોનમ કપૂરે જણાવ્યું હતું. ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL