સોનાક્ષી તેમજ લુલિયા હાલ એકસાથે નજરે પડી રહી છે

August 10, 2018 at 12:18 pm


સાેનાક્ષીસિંહા અને લુલિયા વેન્ટુર હાલમાં મોટા ભાગે સાથે નજરે પડી રહી છે. સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટ વેળા તેમની વચ્ચે મિત્રતા વધી હતી. આ મિત્રતા હજુ અકબંધ રહી છે. અનેક વખત સાથે સમય પણ ગાળી ચુકી છે. બન્ને અનેક પાટીૅમા સાથે નજરે પડી ચુકી છે. 36 વષીૅય રોમાનિયન અભિનેત્રી અને મોડલના સલમાન સાથે સંબંધને લઇને વારંવાર હેવાલ પણ આવતા રહ્યાા છે. સાેનાક્ષી સિંહા સાથે પણ સલમાન ખાનની મિત્રતા જાણીતી રહી છે. સાેનાક્ષીસિંહાએ પાેતાની બાેલિવુડ કેરિયરની શરૂઆત સલામાન ખાનની સાથે દબંગ મારફતે કરી હતી. દબંગ ફિલ્મ બાેક્સ આેફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ત્યારબાદ તેનાે બીજો ભાગ પણ બન્યાે હતાે. આ ફિલ્મ પણ રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. સલમાન ખાનની પાટીૅમાં લુલિયા હમેશા નજરે પડતી રહે છે. હાલમાં જ રેસન પાટીૅ વેળા પણ તે હાજર રહી હતી. બાેલિવુડના દબંગ સ્ટાર સલમાન ખાનના ભાઇ અરબાજના 50માં જન્મદિવસે પણ બન્ને એક સાથે નજરે પડી હતી. લુલિયા હાલના દિવસાેમાં સાેનાક્ષીની ભારે પ્રશંસા કરી રહી છે. લુલિયા અને સાેનાક્ષી િંસહા પાટીૅમાં સલમાનની બહેન અલવીરા અને અતુલ અÂગ્નહોત્રીની સાથે વાતચીત કરતી નજરે પડી હતી. બન્નેએ સાથે ફોટા પણ પડાવ્યા હતા. સાેનાક્ષી બાેલિવુડમાં એક સફળ અભિનેત્રી તરીકે ઉભરી રહી છે. લુલિયા ગાયિકા તરીકે સક્રિય થઇ ચુકી છે. તેના કેટલાક ગીતાે સુપરહિટ પણ સાબિત થઇ ગયા છે. સલમાન ખાનના કારણે તે બાેલિવુડમાં કેરિયરને આગળ વધારી દેવામાં સફળ રહી છે. સાેનાક્ષી દબંગના નવા ભાગમાં સલમાન ખાન સાથે નજરે પડનાર છે.

print

Comments

comments

VOTING POLL