સોનીબજારમાં તહેવારોનો ચળકાટ નથીઃ વેપારીઆેને સારા વરસાદની રાહ

August 30, 2018 at 3:01 pm


જન્માષ્ટમીના તહેવારોને મન ભરીને ઉજવવા માટે લોકોમાં ઉત્સાહ તો ભરપૂર જોવા મળી રહ્યાે છે પરંતુ બજારમાં જાણે કે ખરીદીનો ચળકાટ ગાયબ થઈ ગયો હોય તેની સ્થિતિ નિમાર્ણ પામી છે. દરમિયાન આવી જ કંઈક પરિસ્થિતિ તહેવારોના દિવસોમાં સોની બજારમાં જ જોવા મળી રહી છે. રક્ષાબંધન હોય કે જન્માષ્ટમી, નવરાત્રિ હોય કે દિવાળી હોય, આ દિવસોમાં શહેરીજનોનો સોનુ-ચાંદી અને વાહન ખરીદી ઉપર વધુ ભાર રહેતો હોય છે પરંતુ સાતમ-આઠમના તહેવારોને બે દિવસ બાકી રહ્યા છે તે પહેલાં આેટોમોબાઈલ અને સોની બજાર બન્નેમાં જોઈએ તેવો સળવળાટ જોવા મળી રહ્યાે નહી હોવાનું સોની વેપારીઆે જણાવી રહ્યા છે.

માર્કેટ ‘ડલ’ થવાનું મુખ્ય કારણ સોનાના આસમાનને આંબતા ભાવને ગણવામાં આવી રહ્યું છે. વેપારીઆેના જણાવ્યા મુજબ જન્માષ્ટમીની સિઝન પરથી જ નવરાત્રી, દિવાળી અને લગ્નસરાની સિઝનનો ખ્યાલ આવી જતો હોય છે. ભાવ વધારા ઉપરાંત પ્રમાણમાં આેછો વરસાદ પણ કારણભૂત ગણાઈ રહ્યાે છે. જન્માષ્ટમીના તહેવારોમાં બંગડી, ચેઈન, વીટી, લક્કી સહિતની નાની-નાની જ્વેલરીની ખરીદીનો ટ્રેન્ડ રહેતો હોય છે પરંતુ આ વખતે તેમાં જોઈએ તેવો ગરમાવો જોવા મળી રહ્યાે છે. જો આગામી દિવસોમાં સારો વરસાદ થાય અને ભાવ નીચે આવે તો જ દિવાળી અને નવરાત્રીના તહેવારો સુધરે તેવું વેપારીઆેનું માનવું છે.

ભાવ ઉપર જવાથી લોકોમાં ખરીદીને લઈને મુંઝવણ
હરેશભાઈ સોની (પ્રેમજી વાલજી એન્ડ સન્સ)

રાજકોટના નામાંકિત જ્વેલર્સ પ્રેમજી વાલજી એન્ડ સન્સના હરેશભાઈ સોનીના જણાવ્યા અનુસાર છેલ્લા થોડા દિવસોથી સોનાના ભાવ ઉપર-નીચે થવાથી લોકોમાં ખરીદીને લઈને મુંઝવણ પ્રવત} રહી છે. બીજી બાજુ લોકોમાં પણ એવી માનસિકતા રહેલી છે કે જ્યારે ભાવ નીચે આવશે ત્યારે ખરીદી કરશું પરંતુ ભાવ નીચે આવવાનું નામ લેતાં નહી હોવાથી ખરીદી ઉપર તેની અસર થઈ રહી છે. જન્માષ્ટમી દરમિયાન અને બાદમાં લગ્ન માટેની ખરીદીને લઈને સર્વે કરવાનું શરૂ થઈ જતું હતું પરંતુ આ વખતે તેમાં પણ એકંદરે ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત રોકડની અછત પણ મંદી માટે કારણભૂત ગણી શકાય. જો વરસાદ સારો થશે તો જ ખરીદીમાં તેજી આવવાની સંભાવના રહેલી છે. સારા વરસાદથી પાક સારો થાય અને તેના કારણે બજારમાં લિક્વિડીટીનું પ્રમાણ વધે તો જ ખરીદીનો ચમકારો જોવા મળી શકે.

જન્માષ્ટમી પછી તેજી આવવાની આશા
ધવલ સોની (જે.પી.જ્વેલર્સ)

જે.પી.જ્વેલર્સના ધવલ સોનીએ જણાવ્યું હતું કે હાલ તો બજારમાં ‘ઠંડક’નું વાતાવરણ પ્રસરી ગયું છે પરંતુ જન્માષ્ટમી બાદ તેમાં ‘ગરમાવો’ આવવાની સંભાવના છે. આ પાછળ મુખ્ય કારણ ભાવ જ ગણી શકાય કેમ કે છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવ ઘટવાનું નામ જ લેતાં ન હોય લોકો તેને નીચે આવવાની રાહ જોઈ રહ્યા છે. હાલ 30,000 રૂપિયાથી ઉપર સોનાનો ભાવ ચાલ્યો ગયો હોય તેના કારણે જ ખરીદીને અસર પડી છે. સાતમ-આઠમના તહેવારોમાં લોકો એન્ટીક સેટ, બંગડી, ચેઈન, વીટી, બ્રેસલેટ સહિતની નાની જ્વેલરી ખરીદતાં હોય છે પરંતુ આ વખતે તેમાં પણ ખરીદીનું પ્રમાણ આેછું જોવા મળી રહ્યું છે.

છેલ્લી ત્રણ જન્માષ્ટમીથી માર્કેટ ‘ટાઢું’ જ રહે છે
પ્રવીણ વૈદ્ધ, (અશોકકુમાર નવીનચંદ્ર એન્ડ કંપની)

અશોકકુમાર નવીનચંદ્ર એન્ડ કંપનીના પ્રવીણ વૈદ્ધના જણાવ્યા અનુસાર આ વખતની જ નહી પરંતુ છેંી ત્રણ જન્માષ્ટમીથી માર્કેટ ‘ટાઢું’ રહેતું હોય છે. એક મહિના અગાઉ જૂલાઈમાં થોડો ચમકારો જોવા મળ્યો હતો પરંતુ હાલ થોડી મંદી પ્રવત} રહી છે તેમ કહી શકાય. આ પાછળ સોનાના ભાવને જવાબદાર ગણાવતાં તેમણે કહ્યું કે દુબઈમાં આપણા કરતાં 4થી 5 હજાર રૂપિયા સોનુ સસ્તું છે અને તહેવારોમાં લોકોનો વિદેશ ફરવા જવાનો ટ્રેન્ડ રહેતો હોય ત્યારે રાજકોટીયન્સો વિદેશમાંથી જ સોનુ ખરીદવા ઉપર પસંદગી ઉતારે છે. ભારતમાં કસ્ટમ ડયુટી પ્રમાણમાં વધુ હોય લોકો ભારતમાંથી સોનું ખરીદવાનું ટાળી રહ્યા છે. આ અંગે સૌરાષ્ટ્ર દ્વારા સરકારમાં કસ્ટમ ડયુટી ઘટાડવાની માગણી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં તેનો હકારાત્મક પ્રતિભાવ મળવાની સંભાવના છે. જો કે રવિ પાકને લઈને સોની વેપારીઆે આશાવાદી છે.

રક્ષાબંધન બાદ જન્માષ્ટમી પણ ‘ફેઈલ’ જવાની સંભાવના
વિજયભાઈ ઉદેશી (એમ.ખીમજી જ્વેલર્સ)

એમ.ખીમજી જ્વેલર્સના વિજયભાઈ ઉદેશીએ જણાવ્યું હતું કે હજુ હમણાં જ રક્ષાબંધનનો તહેવાર ગયો અને તે પણ ખરીદીની દૃિષ્ટએ બહુ સારો રહેવા પામ્યો નહોતો ત્યારે હવે જન્માષ્ટમી પણ ‘ફેઈલ’ જવાની પૂરી સંભાવના રહેલી છે. રૂપિયાનો ડોલર સામે સતત ઘસારો સોનાના ભાવવધારા પાછળ કારણભૂત હોય લોકો અત્યારના તબક્કે ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. ગત વર્ષે બજારમાં નોટબંધીની અસર જોવા મળી હતી પરંતુ આ વખતે તે પ્રકારનું કોઈ પરિબળ ન હોવા છતાં ખરીદીનું પ્રમાણ આેછું રહેવા પામ્યું છે. જો કે વરસાદનો એક સારો રાઉન્ડ આવી જાય તો આગામી તહેવારોમાં તેજીનો ચમકારો જોવા મળી શકે છે.

સોનામાં 3 ટકા જીએસટી બિલકુલ યોગ્ય નથી
ભાયાભાઈ સાહોલિયા (પ્રમુખ-ગોલ્ડ ડિલર્સ એસોસિએશન)

રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઈ સાહોલિયાએ જણાવ્યું હતું કે સોના ઉપર 3 ટકા જીએસટી બિલકુલ યોગ્ય નથી. દરમિયાન તહેવારોને લઈને સોનીબજારમાં હલચલ શરૂ થઈ ગઈ છે પરંતુ જન્માષ્ટમી સારી જશે તેમ ન કહી શકાય. છેલ્લા ઘણા સમયથી સોનાના ભાવમાં વધારો પણ આેછી ખરીદી માટે કારણભૂત છે. ઉપલા લેવલે ડોલર સામે રૂપિયો સતત તૂટી રહ્યાે હોય સોનાના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે અને સંભવતઃ રૂપિયો ડોલર સામે મજબૂત બન્યા બાદ સોનાના ભાવમાં ઘટાડો થવાની આશા છે.

રાજકોટમાં સોના કરતાં ઘડામણ માેંઘું લાગે છેઃ એકતા વોરા

રાજકોટમાં બધા જ જ્વેલર્સના મેકીગ ચાર્જ અલગ અલગ હોય છે. ડિઝાઈન ખાસ હોવાનું જણાવી સોની આ ચાર્જ લેતાં હોય છે. સોનાના ભાવમાં પણ વધારો છે તેથી મોટા ઘરેણાં તો માત્ર લગ્ન પ્રસંગે જ લેવાનું વિચારી શકાય. પરંતુ મેકીગ ચાર્જ વધારે હોવાથી નાના ઘરેણા જેમકે રીગ, ઈયરીગ લેવાનો વિચાર પણ માંડી વાળવો પડે છે. કારણ કે આવી નાની વસ્તુ લેતી વખતે મેકીગ ચાર્જ વધારે આપતાં હોય તેવું લાગે છે.

print

Comments

comments

VOTING POLL