સોની વેપારીને મિત્રએ વ્યાજે નાણાં આપી 10 લાખની કાર પડાવી લીધી

February 17, 2017 at 3:02 pm


રાજકોટમાં બેડીનાકા સોનીબજાર પાસે રહેતા સોની વેપારીને મિત્રએ ઉચા વ્યાજે નાણાં આપી ા.10 લાખની સ્કોર્પીયો કાર પચાવી લેતા એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગેની વિગત મુજબ સોનીબજારમાં બેડીનાકા પાસે રહેતો અને સોનીબજારમાં ગોકાણી શેરીમાં જવેલર્સની દુકાન ચલાવતો જીતેન્દ્ર અશોકભાઈ જીંજુવાડિયા ઉ.વ.33 નામના સોની વેપારીએ એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપી તરીકે તેના પૂર્વ મિત્ર બલવંત મનવીર ચાવડા નામના આહિર શખસનું નામ આપ્યું છે.
સોની વેપારીએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અગાઉ તેઓ મિત્ર હોય અને બેડી નાકા પાસે નકલંક ચોકમાં આવેલ શ્રીનાથજી એપાર્ટમેન્ટમાં પોતાના ઘરે તેણે ા.3 લાખ પાંચ ટકાના ઉચા વ્યાજે નાણા બલવંત પાસેથી લીધા હતા દર મહિને ા.15000નું વ્યાજ ચુકતે કરી આપવા છતાં આહિર શખસે ધાકધમકી આપી બળજબરીથી ા.10 લાખ પડાવવાનું કહી પ્રોમેસર નોટ લખાવી લઈ ચાર કોરા ચેક લઈ લીધા બાદ ઉઘરાણીના ા.2 લાખની વ્યવસ્થા કરવાનું કહી ા.10 લાખની સ્કોર્પીયો કાર પડાવી લઈ બળજબરીથી નામે કરાવી લેતા યુવાનને એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ કરતા પીએસઆઈ કે.પી.સાગઠિયા અને રાઈટર પ્રવિણભાઈએ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

print

Comments

comments

VOTING POLL