સોનુ ડાંગરના વાણી વિલાસ સામે પોરબંદરમાં રોષ

September 13, 2017 at 1:23 pm


રાજકોટની લેડીડોન સોનુ ડાંગરે ઈસ્લામ ધર્મના સ્થાપક પયગમ્બર સાહેબ વિરૂધ્ધ સોશ્યલ મીડીયામાં અભદ્ર શબ્દો સાથેનો વિડીયો શેર કર્યેા હોવાથી પોરબંદરની સુન્ની અંજુમને ઈસ્લામ નામની સંસ્થાએ રોષ સાથે આવેદન પાઠવ્યુ હતું.

સુન્ની મુસ્લીમોના ગઢ સમા પોરબંદર ખાતે આજે શહેરની સર્વેાચ્ચ સંસ્થા સુન્ની અંજુમને ઇસ્લામ પોરબંદર દ્રારા તાજેતરમાં રાજકોટની લેડી ડોન તરીકે ઓળખાતી સોનુ ડાંગર નામની મહીલાએ ઇસ્લામધર્મના સ્થાપક અને મહાન પયગમ્બર હઝરત મોહંમદ પયગમ્બર સાહેબ વિરૂધ્ધ સોશ્યલ મીડીયા (ફેસબુક)ના માધ્યમથી અશોભનીય, અભદ્ર શબ્ધ્ો ઉચ્ચારી વીડીયો પ્રસિધ્ધ કરેલ પરિણામે સમગ્ર ઇસ્લામધર્મીઓ (મુસ્લીમો) આ વિડીયો નિહાળી રોષપૂર્ણ આઘાતમાં સરી પડેલ જેના અનુસંધાને આજે આ મહીલા સામે કડક કાયદાકીય પગલા ભરવા આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપવામાં આવેલ. આ આવેદનપત્રમાં સુન્ની અંજુમને ઇસ્લામ પોરબંદરના પ્રમુખે જણાવેલ કે આપણા પ્યારા ભારત દેશની એકતા અને અખંડીતતાને ખંડીત કરવાના નાપાક હેતુથી અમુક તત્વો છેલ્લા થોડા સમયથી સક્રીય થઇ રહ્યા છે જે પૈકી રાજકોટની સોનુ ડાંગર છે. પોતાને લેડીડોન તરીકે ઓળખાવતી આ મહીલાએ સોશ્યલ મીડીયાના માધ્યમથી ઇસ્લામધર્મના મહાન પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબ વિરૂધ્ધ જે અશોભનીય વાણી વિલાસ કરેલ છે તે કોઇ ઇસ્લામધર્મીથી સહન થઇશકે નહીં. આ કૃત્યપૂર્ણ આયોજન સાથે ભારતની એકતા, અખંડીતતા, શાંતી, ભાઇચારાને તોડવાના મલીન ઇરાદાથી થયું છે. જેનો વિરોધ આજે અનેક સ્થળે થઇ રહ્યો છે. છતા તત્રં દ્રારા કોઇ કાયદાકીય પગલા આ મહીલા ઉપર લેવામાં આવ્યા નથી તે અર્યજનક છે. તેઓ પોતાની રજુઆતને અંતે કાયદાકીય કાર્યવાહીને પડકારતી આ મહીલા સામે યોગ્ કાર્યવાહી કરવા રોષ પૂર્ણ રજુઆત કરેલ તેઓની સાથે સુન્ની અંજુમને ઇસ્લામ પોરબંદરના સેક્રેટરી આરીફ ડી. સુર્યા, યુનુસખાન પઠાણ, ઇમ્તીયાઝ કુરૈશી, નજીર મલેક, તસ્લીમભાઇ રહ્યા હતા

print

Comments

comments

VOTING POLL