સોમનાથઃ પોસ્ટ આેફિસમાં છેલ્લા 15 દિવસથી પૈસા નહી મળતા લોકો પરેશાન

July 31, 2018 at 11:09 am


સોમનાથ-પ્રભાસપાટણ મુકામે આવેલ પોસ્ટ આેફિસ ગુજરાતની રોલ મોડેલ પોસ્ટ આેફિસ છે. પરંતુ આ પોસ્ટ આેફિસ માત્ર નામ પૂરતી જ રોલ મોડેલ છે બાકી સુવિધાના નામે મીડુ છે છેલ્લા 15 દિવસથી લોકોને કોઈ જાતનાં પૈસા મળતા નથી પ્રભાસપાટણનાં લોકો મોટાભાગના મજુર વર્ગના છે અને તેઆે પોતાની પાસે બચતા પૈસા પોસ્ટ આેફિસમાં રોકતા હોય છે અત્યારે આ વિસ્તારમાં ભારે વરસાદ બાદ તમામ કામધંધાઆે બંધ હોવાથી મજુર વર્ગના લોકો બેકાર છે અને તેમના બચતનાં પૈસા પોસ્ટ આેફિસમાં લેવા માટે છેલ્લા 25 દિવસથી ધક્કા ખાય છે. પરંતુ પોતાના પૈસા મળતા નથી અને દુઃખી થઈને ઘરે આવે છે.આ બાબતે જિલ્લા કોળી સમાજનાં પ્રમુખ કાનાભાઈ ગઢિયા દ્વારા અમદાવાદ પોસ્ટનાં જા.એમ કક્ષાના અધિકારીને વારંવાર ફોન કરેલા પરંતુ ફોન કોઈ ઉપાડતા નથી.આ બાબતે પ્રભાસપાટણ પોસ્ટ આેફિસના મેનેજર ડી.એ.ગળચર સાથે વાત થતા તેઆેએ જણાવેલ કે, બી.એસ.એન.એલ.નાં નેટવર્ક કનેિક્ટવીટીનાં કારણે આ પ્રñ ઉભો થયેલ છે અને છેલ્લા દશ દિવસ સુધી ચાલુ થાઈ અને બંધ થાય તેવી સ્થિતિ હતી પરંતુ છેલ્લા 6 દિવસથી સંપૂર્ણ કનેિક્ટવીટીનાં અભાવે બંધ છે અને આવતા ગ્રાહકોને પૈસા આપી શકતા નથી.

print

Comments

comments

VOTING POLL