સોમનાથની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે

April 21, 2017 at 12:45 pm


અરબી સમુદ્ર તટે સ્થિત ભારતવર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ મંદિરના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કાતા લાઈટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્યમંત્રી વિજયભાઈ પાણી આજે સાંજે પ્રારંભ કરાવશે.
વધુને વધુ ભવ્યતા ધોરણ કરતા સોમનાથ મંદિરે વર્ષ 2016-17માં 50 લાખથી વધુ ભાવિકજનોએ દર્શન-પૂજનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરની ભવ્યતાને નીખારતા ‘ખુશ્બુ ગુજરાતી’ કેમ્પેઈન અંતર્ગત ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનાં વોઈસમાં નવીન લાઈટ એન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે.

પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરના ઈતિહાસ અને ઐતિહાસિક સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારે નવિન અત્યાધુનિક લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાવેલ છે. આ અગાઉ 2003માં આમેપુરીના અવાજમાં લાઈટ એન્ડ શો કાર્યરત હતો. જે બંધ થતાં ‘ખુશ્બુ ગુજરાત કી’ કેમ્પેઈન અંતર્ગત આ લાઈટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે.
અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સ્પેશિયલ ઈફેકટ સાથે તૈયાર થયેલ આ શોમાં 3ડી પ્રોજેકશન, મેપીંગ લાઈટિંગ ડિઝાઈનીંગ અને પ્રોગ્રામિંગ અત્યાધુનિક કંટ્રોલમ, આધુનિક કેબલ ટ્રે, ટેન્ચની કામગીરી, 200 લેઝર લાઈટ અને કંટ્રોલ પેનલ સહિત શોનો સમય 35 મિનિટસ રાખવામાંઆવેલ છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ પાણી સાથે મંત્રીમંડળનાં સભ્યો અધિકારીઓ-પદાધિકારીઓ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

print

Comments

comments

VOTING POLL