સોમનાથ–અમદાવાદ એકસપ્રેસમાં એસી ચેર કોચ કાયમીના બદલે માત્ર એક માસ વધારાયાની ઘોષણા

February 13, 2018 at 3:56 pm


રાજકોટ : પિમ રેલવે તત્રં દ્રારા અગાઉ સોમનાથ–અમદાવાદ–સોમનાથ એકસપ્રેસ ટ્રેનમાં (નં.૧૯૧૨૦–૧૯૧૧૯) હંગામી ધોરણે એક એસી કાર કોચ જોડવામાં આવ્યો હતો, જેને ભારે આવકાર સાંપડતા ઉતારૂઓની માગણી અને રજૂઆતોને ધ્યાને લઈને વધુ માત્ર એક માસ એટલે ફરી હંગામી ધોરણે ૩૧ માર્ચ સુધી એસી ચેર કાર કોચ લગાવવાની ઘોષણા કરી છે.
જો કે, ખૂબજ લોકપ્રિયતા ધરાવતી આ ટ્રેનમાં વધારાની ચેર કારમાં રિઝર્વેશનની ૧૨૦ દિવસ અગાઉ સુવિધા મળી શકે એ રીતે કાયમી રીતે વધારો કરવો જોઈએ તેવી માગ સૌરાષ્ટ્ર્ર પેસેન્જર્સ એસો. દ્રારા ઉઠાવવામાં આવી છે. સૌરાષ્ટ્ર્ર પેસેન્જર્સ એસો.ના જણાવવા મુજબ સોમનાથ–અમદાવાદ–સોમનાથ વચ્ચે દોડતી ઈન્ટરસિટી એકસપ્રેસ નં.૧૯૧૨૦૧૯૧૧માં એરકન્ડિસન કોચ જોડાતા અમદાવાદથી સૌરાષ્ટ્ર્રના ઉતારૂઓ કે, જેઓ દિલ્હી રાજધાની એકસપ્રેસ, આશ્રમ એકસપ્રેસ, સંપર્ક ક્રાંતિ એકસપ્રેસ તથા મુંબઈ જતી ગુજરાત એકસપ્રેસમાં જવા માગતા ને સારી સુવિધા મળી હતી. પરંતુ આ કોચને ફરી એક માસ માટે જ ચાલુ રાખવાની મંજુરી મળેલ છે તથા રિઝર્વેશન સીસ્ટમમાં તેનો ઉલ્લેખ કે ફિડિંગ ન હોવાથી ઉતારૂઓને લાભ મળતો નથી આ માટે તુરત જ પીઆરએસ રિઝર્વેશનમાં તેને નોંધીને ઉતારૂઓને રિઝર્વેશનનો તુરતં લાભ મળે તેવા પગલાં રેલવે તંત્રે લેવા જોઈએ તથા આ કોચ કાયમી કરી આપવો જોઈએ

print

Comments

comments

VOTING POLL