સોમનાથ દાદાના સાંનિધ્યમાં આજથીRSSની બેઠકનો પ્રારંભ

July 12, 2018 at 10:45 am


રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂર્ણ સમયમાં પ્રાંત પ્રચારકો અને સહપ્રચારકોની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો આજથી સોમનાથ દાદાના સાંનિધ્યમાં પ્રારંભ થયો છે. સંઘના વડા મોહન ભાગવતે આજે સવારે 8 વાગ્યે સોમનાથ દાદાના દર્શન કરી પૂજન-અર્ચનનો લાભ લીધો હતો અને ત્યારબાદ સંઘના કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. સંઘના રાષ્ટ્રીય સરકાર્યવાહ ભૈયુજી જોશી સહિતના દેશભરના આર.એસ.એસ.ના પૂર્ણકાલિન પ્રચારકો અને સહપ્રચારકો સોમનાથ આવી પહાેંચ્યા છે અને તેમની હાજરીમાં આજથી તા.17 સુધી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ થઈ છે.
સરસંઘચાલક મોહન ભાગવત ગઈકાલે રાત્રે સોમનાથ આવી પહાેંચ્યા હતા અને આજે સવારે સોમનાથ દાદાના પૂજન-અર્ચનનો લાભ લીધો ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલે તેમનું સ્વાગત કર્યું હતું. આજે મોહન ભાગવત અને ભૈયુજી જોશીની હાજરીમાં સામાજિક સદ્ભાવના સંમેલન યોજાયું હતું અને ત્યારબાદ પરિવાર મિલનનો કાર્યક્રમ સંઘના કાર્યકરો માટે યોજાયો હતો.
સંઘના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ આજથી ત્રણ દિવસ માટે સ્થાનિક કક્ષાના કાર્યક્રમો યોજવામાં આવશે. આજે સાંજે આર.એસ.એસ.ની રાજ્ય કાર્યકારિણીની બેઠક યોજાશે. આવતીકાલે કેન્દ્રીય કાર્યકારિણીની બેઠક યોજાશે અને તે ઉપરાંત સ્થાનિક કાર્યક્રમો યોજાશે. મુખ્ય કાર્યક્રમો તા.15,16 અને 17ના યોજવામાં આવશે અને તેમાં સંઘના વડા મોહન ભાગવત તથા ભૈયુજી જોશી પૂર્ણકાલિન પ્રચારકોને માર્ગદર્શન આપશે.
આર.એસ.એસ.ના સંગઠન માળખાની દૃિષ્ટએ સમગ્ર દેશમાં 43 પ્રાંતની રચના કરવામાં આવી છે અને દરેક પ્રાંતના પૂર્ણ સમયના પ્રચારક અને સહપ્રચારકને આજથી શરૂ થયેલી કાર્યકારિણીની બેઠકમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવ્યા છે.
2019માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આર.એસ.એસ.એ તેમના પ્રાંત પ્રચારકો અને સહ પ્રચારકોની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક માટે ગુજરાતની પસંદગી કરી છે તે રાષ્ટ્રીય દૃિષ્ટએ અનેકગણી મહત્વની બની જાય છે તેવું રાજકીય વિïલેષકો માની રહ્યા છે.
સોમનાથ ખાતે તા.12 થી 18 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખીલ ભારતીય કારોબારીની બેઠક યોજાનાર છે. જેને લઈને ગુજરાત પ્રાંતના સ્વયંમ સેવકોએ સોમનાથમાં તૈયારીઆેને આખરી આેપ આપ્યો છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર મોહન ભાગવતનું ગઈરાત્રે પહાેંચ્યા હતા. સાગર દર્શન અતિથિ ગૃહ ખાતે બેઠક યોજાઈ રહી છે. મોહન ભાગવત સહિતના વીઆઈપીના ઉતારા મહેશ્વરી ખાતે છે. જેની સુરક્ષાને લઈને ઝેડ પ્લસ સિકયુરીટી ગોઠવાઈ છે. જેને લઈને સોમનાથમાં ચારેબાજુ પોલીસ જોવા મળે છે. અતિથિ ગૃહો ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
સંઘના પદાધિકારીઆે પોલીસ તંત્ર સાથે બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થાનો પ્લાન ઘડયો હતો અને તેનું રીહર્સલ પણ કર્યું હતું. આ મીટીગમાં સંઘના મુખ્ય કાર્યકર, સોમનાથ ટ્રસ્ટના અધિકારીઆે, જિલ્લા પોલીસ વડા હિતેષ જોઈસર, નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.પરમાર, પીઆઈ ખુમાણ વગેરે જોડાયા હતા. 27 વર્ષ પછી આરએસએસ રાષ્ટ્રીય કારોબારી ગુજરાતમાં મળી રહી છે. સોમનાથમાં મોહન ભાગવત, કેશુભાઈ અને સંઘના અગ્રણીઆેની હાજરી હોવાથી લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

print

Comments

comments

VOTING POLL