સોમનાથ મહાદેવની બિલ્વપૂજા માટે 700 વૃક્ષોનો વિશાળ બગીચો

August 20, 2018 at 11:54 am


સોમનાથ મહાદેવને છેલ્લા 16 વર્ષથી જે બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે તે બિલ્વવૃક્ષનો નાના મોટા 700 વૃક્ષનો બગીચો સોમનાથમાં હાઈવે પર આવેલ છે. આ બિલ્વપત્રનો બગીચો 16 વર્ષ પહેલા 13 આેગષ્ટ 2001ના રોજ પ્રસવદન મહેતાના હસ્તે ખુલ્લાે મુકવામાં આવેલ અને ત્યારથી સોમનાથ મહાદેવને આ બિલ્વપત્રમાંથી રોજ બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે.

આ અંગે સોમનાથ મંદિરના આેફિસર સુરૂભા જાડેજાએ જણાવેલ કે, ગત વર્ષે 89 બિલ્વપૂજા નાેંધાયેલી હતી. જયારે આ વર્ષે અત્યાર સુધીમાં 93 બિલ્વપૂજા નાેંધાયેલ છે. દર વર્ષે સોમનાથમાં બિલ્વવૃક્ષો આવેલા છે તેમ છતાં સાસણ લેવા જવા પડતા હતા પરંતુ આ વર્ષે સોમનાથમાં આવેલા બિલ્વ વૃક્ષમાંથી પુરતા પ્રમાણમાં મળી રહે છે અને શ્રાવણ માસ દરમિયાન સવા લાખ બિલ્વપત્ર સોમનાથ મહાદેવને ચઢાવવામાં આવશે અને શિવ પૂજામાં બિલ્વપત્રનું અનોખુ મહત્વ છે.

print

Comments

comments

VOTING POLL