સોમનાથ-વેરાવળમાં કારખાનામાં સીડી પરથી પડી જતાં યુવાનની સારવારમાં મોત

October 7, 2017 at 1:34 pm


સોમનાથ-વેરાવળ જીઆઈડીસીના કારખાનામાં સીડી પરથી વડી જતાં ઘવાયેલા યુવાનનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ સોમનાથ-વેરાવળમાં રહેતો અને જીઆઈડીસીમાં આવેલ કેશોદવાળા કંપ્ની નામના કારખાનામાં કામ કરતો ભદ્રેશમાં નારેનદેસર ડેકા ઉ.વ.22 નામનો યુવાન ગઈકાલે સવારે કારખાનામાં સીડી પરથી પડી જતાં શરીરે ગંભીર ઈજા થતાં પ્રથમ સારવાર બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેનું ચાલું સારવાર દરમિયાન મોત નીપજયું છે.

વૃધ્ધા પર પડોશીનો હમલો
જેતપુરમાં રહેતા દિવાળીબેન જીવાભાઈ મકવાણા ઉ.વ.80 નામના વૃધ્ધા ગઈકાલે સવારે 9 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે પડોશમાં રહેતા એહમદશા આમદશાએ ઝઘડો કરી ઈંટ મારતા ઈજા થતાં સારવારમાં રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે.

print

Comments

comments

VOTING POLL