સોમનાથ સહિતના પ્રભાસખંડમાં 16 સૂર્ય મંદિરો ઝળહળતા હતા

January 12, 2019 at 11:16 am


આદિ દેવ નમોસ્તુભ્યં એવા પૃથ્વી ઉપર પ્રત્યક્ષ અને સાક્ષાત દર્શન આપતા સૂર્યદેવનું મહાપર્વ છે મક્કર સંક્રાંતિ.
સ્કંધ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ-પ્રભાસ ખંડમાં 16 સૂર્ય દેવતાઆેના મંદિરો હતા.
સૂર્યનું એક નામ ભાસ્કર પણ કહેવાય છે તો પ્રભાસ એક સમયે ભાસ્કર તીથર્ તરીકે પણ આેળખાતું જે નામ સૂર્યવંશી આર્યો અહી સમુદ્ર માર્ગે આવી િસ્થર થયા તે વખતે અપાયું હતું.
ભારત વન પર્વ અધ્યાય 82માં જણાવાયેલ મુજબ સૂર્ય આ પ્રદેશમાં પોતાની પૂર્ણ કળાએ પ્રકાશિત થતો હતો અને સૂર્યની એ સોળ કળાઆે પૈકી બાર કળાઆે સૂર્ય મંદિરમાં રાખી અને ચાર કળા પોતાની પાસે રાખી જેનો ઉલ્લેખ પ્રભાસ ખંડમાં લખાયો છે. તેવા બાર સૂર્ય મંદિરો વેદકાળમાં હતાં જે કાળ ક્રમે લુપ્ત થયા છે અને હાલ બેથી ત્રણ જેટલી સૂર્ય મંદિરો હજુયે યથાવત છે. તે સમયે ઉંચા મકાનો તેની આસપાસ ન હોવાને કારણે સૂર્યોદયના પ્રથમ સીધા કિરણો તેની ઉપર પડતાં.
ઈતિહાસકાર સ્વ.શંભુપ્રસાદભાઈ દેસાઈએ પ્રભાસ-સોમનાથમાં ઉલ્લેખ કરેલ એ સૂર્ય મંદિરો આ મુજબ હતા.
1. સાંમ્બા દિત્ય સૂર્યમંદિર સોમનાથથી ઉતરે વર્તમાનમાં હાલ શાક માર્કેટ પાસે ત્યાં મ્યુઝિયમ છે.
2. સાગરાદિત્ય સૂર્યમંદિર ત્રિવેણી માર્ગે હાલ છે.
3. ગોપાદિત્ય સૂર્ય મંદિર રામપુષ્કરથી ઉત્તરે હાલ નથી.
4. ચિત્રાદિત્ય સૂર્ય મંદિર બ્રûકુંડ પાસે ભાટિયા ધર્મશાળા પાછળ હશે હાલ નથી
5. રાજભટ્ટાક સૂર્ય મંદિર સાવિત્રી પાસે સાધુના ટીબા ઉપર કે પાસે સંભાવના હાલ નથી
6. નાગરાદિત્ય સૂર્યમંદિર નદી તટે વર્તતામ ટીબા પાસે જુનુ મંદિર
7. નંદાદિત્ય સૂર્ય મંદિર નગર ઉત્તરે કનકા, માર્ગે સંભવતઃ હાલ નથી
8. કંર્કોટ કાક સૂર્ય મંદિર સમુદ્ર તટે શશિભૂષણ પૂર્વે હાલ નથી
9. દૂવાર્ આદિત્ય સૂર્ય મંદિર યાદાવાસ્થળમાં હાલ નથી
10. મુળ સૂર્યમંદિર સુત્રાપાડામાં હાલ છે
11. પણાર્દિત્ય સૂર્ય મંદિર ભીમ દેવળ હાલ છે
તાલાલા તાલુકાના ભીમ દેવળ ગામની સીમમાં સૂર્ય સમપિર્ત ઈ.સ.9મી સદીનું છતવાલું પ્રવેશ દ્વાર ધરાવતું પૂવાર્ભિમુખ સૂર્ય મંદિર છે એના ગર્ભગૃહના પ્રવેશ દ્વારે સૂર્ય પત્ની રજની અને નિશપ્રભાની ઉભેલી પ્રતિમાઆે છે અને ભીમ દેવળનું આ
ગામ પાંડવ પુત્ર ભીમે વસાવેલ હોવાનું કહેવાય છે.
12. બાલાર્ક સૂર્ય મંદિર પ્રાચીન ગાંગેચા પાસે હાલ નથી
13. આદિત્ય સૂર્યમંદિર ઉંબા પાસે 16 માઈલ દૂર છે
14. મકલ સૂર્યમંદિર ખોરાસા પાસે હાલ નથી
15. બકુલાદિત્ય સૂર્ય મંદિર ઉના-દેલવાડા વચ્ચે હાલ નથી
16. નારાદાદિત્ય સૂર્યમંદિર ઉના ગામે હાલ નથી
સોમનાથ-પ્રભાસપાટણના ભાસ્કર વૈÛ કહે છે કે, સોમનાથના ત્રિવેણી સંગમ સામે આવેલા શારદા મઠના પાછળના ભાગે આવેલ એક ભવ્ય સૂર્યમંદિર આજે પણ છે અને વંભીકાળનું આ મંદિર 13મી 14મી સદી દમિયાન જિર્ણોધ્ધાર પામ્યું હોવાનું કહેવાય છે.
તો એક વાયકા મુજબ વજુર્વેદત્ર્યાય યાજ્ઞવલ્કય મહર્ષિએ સોમનાથમાં તપસ્યા કરી હતી અને આ રીતે તેમણે ભગવાન સૂર્યનારાયણની તપસ્યા કરી યજુર્વેદ મેળવ્યો હતો અને પ્રભાસના હિરણ-સરસ્વતી અને કપિલા નદીના સંગમ ઉપર સૂર્યનારાયણની અર્ધવતુર્ળાકાર દ્વાદશ મૂતિર્ સ્થાપી અને તે પછી વિશ્વામિત્ર સરોવરમાં મૂતિર્ સાથે ઉભા રહી તપòર્યા કરી અને શ્રાવણ સુદ 14 પૂણિર્માએ મધ્યાન્હે તેમને સૂર્યનારાયણ પ્રસન્ન થયા હતા અને વરદાન આપ્યું હતું અને યાજ્ઞવલ્કેએ સૂર્યનારાયણની સ્તુતિ કરી જે આજે પણ સૂર્ય ંાેત્રમાં ઉલ્લેખ હોવાનું મનાય છે.
મક્કર સંક્રાંતિના મહાપર્વે સોમનાથ મહાદેવને પ્રતિવર્ષ વહેલી સવારે તલ-ગંગાજળ સ્નાન-સૂર્ય પૂજા, ગૌ પૂજા, મહાપૂજા, તલ તથા દ્રવ્યોથી અભિષેક, દિપમાળા, સંધ્યા શણગાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાય છે.
વેરાવળ સર્વ સંગ્રહના ઉલ્લેખ મુજબ વેરાવળના વખારિયા બજારમાં સૂરજકુંડની જગ્યા આવેલી છે. જે હાલ છે.

Comments

comments

VOTING POLL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *