સોરઠીયાવાડી પાસે આઈસ્ક્રીમની દુકાનમાં ખૂની હુમલો કરનાર શખસ ઝડપાયો

August 9, 2018 at 3:09 pm


શહેરમાં ગુનાખોરી અટકાવવાની પોલીસ કમિશનરના આદેશથી ભિક્તનગર પોલીસે પેટ્રાેલિંગ દરમિયાન સોરઠીયાવાડી પાસે આઈસ્ક્રીમની દુકાનમાં આંતક મચાવી ખૂની હુમલો કરવાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા શખસને જંગલેશ્વર પાસેથી ઝડપી લઈ આકરી પૂછપરછ હાથ ધરી છે. અગાઉ પોલીસે હુમલાના ગુનામાં 17 શખસોની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોરઠીયાવાડી સર્કલ નજીક આવેલ ટુ-ડે આઈસ્ક્રીમની દુકાનમાં આંતક મચાવી ખૂની હુમલાના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો ભાવેશ કિશોર હેરભા જંગલેશ્વર આવ્યાની સચોટ બાતમીના આધારે ભિક્તનગર પોલીસ મથકના પીઆઈ વી.કે.ગઢવીની સૂચનાથી પીએસઆઈ પી.એચ.ધાખડા, ઈન્દુભા, પ્રકાશભાઈ, મહેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ સહિતના સ્ટાફે ઘસી જઈ ભાવેશ આહિરને ઝડપી લઈ તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે. અગાઉ ભિક્તનગર પોલીસે ખૂની હુમલાના ગુનામાં 17 શખસોની ધરપકડ કરી હતી.

print

Comments

comments

VOTING POLL