સોશયલ મીડિયા પર હેટ કન્ટેન્ટ: અફવા ફેલાવનારને જેલ

February 9, 2018 at 11:16 am


સરકાર સોશિયલ મીડિયા પર હેટ કન્ટેન્ટ, અફવા અને પોર્ન કન્ટેન્ટ શેર કરનારા લોકો પર સકંજો કસવાની તૈયારી કરી રહી છે. સરકારે આમ કરનારા લોકોનો ડેટાબેઝ તૈયાર કરી રહી છે. અને તેવા લોકો વિદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. ગૃહ મંત્રાલય સમગ્ર દેશમાં આવા લોકોની ઓળખાણ કરશે. તેના માટે મંત્રાલય દરેક રાયોના ડીજીપીને પત્ર લખ્યો છે.
મંત્રાલય મુજબ, દરેક રાયોને પોતાના બધા જિલ્લાઓમાં સાઈબર સેલની રચના કરવાનો નિર્દેશ પહેલાથી જ આપી દેવામાં આવ્યો છે લગભગ તમામ જિલ્લાઓમાં તેનું કામ સમા થઈ ચૂકયું છે.
સાઈબર સેલ પર જવાબદારી નક્કી કરતા કહ્યું કે, તે પોત–પોતાના વિસ્તારોમાં સોશિયલ મીડિયા પક આવનારા કોઈપણ ખોટા કન્ટેન્ટ પર તરત એકશન લે જેથી કોઈ દુષ્પરિણામ ન આવે. તે અંતર્ગત જિલ્લા સ્તર પર એવા લોકોની ઓળખામ કરીને તેમનો ડેટાબેસ બનાવી તેમના પર નજર રાખવાની જોગવાઈ શામેલ છે. આવો વ્યકિત એકથી વધારે વખત અફવા, નફરત અથવા પોર્ન કન્ટેન્ટ મોકલતો જોવા મળશે તો તેના માટે ખૂબ જ કડક સજાની જોગવાઈ કરાશે. સૂત્રો અનુસાર સરકાર તેના માટે નિયમમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે અને આઈપીસીમાં સંશોધન કરી શકે છે. દરેક જિલ્લામાં સાઈબર સેલને એસપી રેન્કના અધિકારીઓ હેડ કરશે. હાલમાં કાસગંજમાં હિંસા બાદ પણ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી.
આની પહેલા ગૃહ મંત્રાલયે દેશમાં વધી રહેલા સાઈબર ફ્રોડ અથવા ઓનલાઈન જાતીય સતામણી રોકવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ઉઠાવતા એવી વ્યવસ્થા કરી હતી, જેના મુજબ એવા ફ્રોડ અથવા સતામણીની રિયલ ટાઈમ ફરિયાદ કરી શકાશે. મિનિસ્ટ્રીએ એક વેબ સાઈટ બનાવી છે, યાં આ પ્રકારના ગુના સાથે સંકળાયેલી ફરિયાદોનું રિયલ ટાઈમ કરી શકાશે.
મિનિસ્ટ્રીની વેબસાઈટ હાલમાં કાર્યરત થઈ ગઈ છે. આ પહેલ સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર થઈ રહી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે આ સાથે સંકળાયેલી એક અરજીની સુનાવણી દરમિયાન સરકારને કહ્યું કતું કે તે એક એવી સિસ્ટમ બનાવે, યાં તેના શિકાર થતા સામાન્ય લોકો સરળતાથી ફરિયાદ નોંધાવી શકે. ગૃહ મંત્રાલય દ્રારા તૈયાર કરાયેલી આ વેબ સાઈટને કોમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ સંચાલિત કરશે

print

Comments

comments

VOTING POLL