સોશિયલ મિડીયાનો જજ ઉપર પ્રભાવ પડે છેઃ જસ્ટીસસિક્રી
સર્વોચ્ચ અદાલતના એક ન્યાયાધીશ જસ્ટિસ એ.કે. સિક્રીએ રવિવારે જણાવ્યું હતું કે ડિજિટલ જમાનામાં અદાલતના ચુકાદા આપવા મુશ્કેલ બની ગયા છે. અદાલત કેસ હાથ ધરે એ પહેલાં જ લોકો સોશિયલ મીડિયામાં સંભવિત ચુકાદા અંગે ચર્ચા કરવા લાગે છે અને તેનાથી ન્યાયાધીશોના નિર્ણય પર અસર થઇ શકે છે.
તેમણે અહી લો એસોસિયેશન ફોર એશિયા એન્ડ પેસિફિક કોન્ફરન્સમાં ડિજિટલ જમાનમાં અખબારી સ્વતંત્રતા વિષય પર પ્રવચન આપતા જણાવ્યું હતું કે અખબારી સ્વતંત્રતાએ મુલકી અને માનવઅધિકારની વ્યાખ્યા બદલી નાખી છે. અગાઉ પણ ખટલા અંગે પ્રસારમાધ્યમમાં ચર્ચા થતી હતી, પરંતુ હાલમાં તો અદાલત કોઇ કેસ હાથ ધરે તેની પહેલાં જ પ્રસારમાધ્યમમાં તેનો ચુકાદો શું હોઇ શકેં એના પર નહિ, પરંતુ તેનો ચુકાદો શું હોવો જોઇએં એના પર ચર્ચા થવા લાગે છે અને તેનાથી ન્યાયાધીશોના ચુકાદા પર ઘણી અસર થઇ શકે છે.
જસ્ટિસ એ. કે. સિક્રીએ જણાવ્યું હતું કે ન્યાયાધીશ ચુકાદો આપે તે પછી માત્ર ચુકાદાની ટીકા નથી થતી, પરંતુ તેને આપનારા ન્યાયાધીશની વિરુÙ બદનામી કરતા નિવેદનો કરાય છે. આમ છતાં, ઘણી વખત આવા નિવેદન કરનારા લોકો સામે અદાલતના તિરસ્કારના પગલાં પણ નથી ભરાતા.
ઍડિશનલ સોલિસિટર જનરલ માધવી ગોરડિયા દીવાને પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ઘણાં વકીલો હવે ચળવળકાર બની ગયા છે. તેઆે કેસની સુનાવણી બાદ તુરત ટિંટર પર પોતાનો અભિપ્રાય આપવા લાગે છે.