સોશ્યલ મિડીયામાં કવિ સાબિત થવાનો ક્રેઝ!!

February 17, 2017 at 1:49 pm


ગઝલ, કવિતા કે ગીતની સીધી ઉઠાંતરી કરી પોતાના નામે કરી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં વહેતી મુકી લાઇક અને કમેન્ટ મેળવતા ઉઠાંતરીબાજો ઃ નામી કવિઆેની રચનાઆે પણ પોતાના નામે જૈસે થે મુકવામાં પણ શરમ નહી! ઃ ભાવનગરના અનેક વોટ્સએપ ગૃપ અને ફેસબુક ઉપર હોબાળા સાથે ચાલતી ઉગ્ર ચર્ચાઆે

સંગીત હોય કે શબ્દો કલા સાહિત્યના ક્ષેત્રમાં પણ આની ઉઠાંતરી નવી નથી. બોલીવુડના અનેક ગીતો વિદેશી ધુનની સીધી ઉઠાંતરી છે તો કેટલીક ફિલ્મની વાતાર્આે પણ સાઉથ અને હોલીવુડની બેઠી નકલ હોય છે. આ વાત તો જાણે કે જુની છે પણ છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મિડીયામાં ગઝલ અને અન્ય સાહિત્ય સર્જનોની બેઠી ઉઠાંતરી કરી પોતાના નામે વહેલી મૂકી વાહવાહી લુંટવાનો ક્રેઝ ચાલ્યો છે. ભાવનગરના કેટલાક કવિઆે અને ગુજરાતી સાહિત્યના કેટલાક નામાંકીત કવિઆેની રચના પોતાના નામે ચડાવી ફેસબુકમાં મુકાયાની ઘટનાઆે સામે આવતા આ અંગે સોશ્યલ મિડીયામાં ચર્ચાનો દૌર શરૂ થયો છે.
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ પર વધુને વધુ લોકો સુધી પહાેંચી, પોતે સારા કવિ-શાયર છે તેવું પ્રતિપાદિત કરી કમેન્ટ, લાઇક અને વાહવાહી મેળવવા કેટલાક લોકો સાવ બેશરમ બનતા પણ અચકાતા નથી. એસ.એસ.રાહી જેવા નામાંકીત કવિની રચના પણ પોતાના નામે ચડાવી ફેસબુક પર વહેતી મુકનારા છે તો ભાવનગરના ડો.ફીરદોસ દેખૈયા, હીમલ પંડéા જેવા કવિઆેની રચના પણ પોતાના નામે કરીને વો ઉપર મુકનારા પણ પડéા છે. આવા લોકો બિન્દાસ આવી રચનાઆેને ઉઠાવી છેલ્લા શેરમાં કવિનું નામ બદલાવી પોતાનું નામ લખી અને રચનાના અંતે પણ પોતાના નામની મ્હોર મારી ફેસબુક ઉપર કે પછી વોટ્સએપ પર ફરતી કરી દે છે. આવી રચનાઆે જે-તે કવિઆેના ધ્યાનમાં આવતા તેમણે આવા ઉઠાંતરી બાજોનો પદાર્ફાશ કર્યો છે.
આવા સાહિત્ય ચોરોને આ રચના અન્યની છે અને તેમણે પોતાના નામે મુકી છે તેવું જણાવતા આ બેશરમ ઉઠાંતરીબાજો લાજવાને બદલે ગાજતા એમ કહે છે કે, ‘આમા કયાં તમારો કોપી રાઇટ છેં’ આમ, હવે કવિઆેએ સોશ્યલ મિડીયામાં કવિતા મુકતા પહેલા કોપી રાઇટ મેળવવો જરૂરી જણાય છે!! આવી કવિતા ઉઠાંતરીની ઘટનાઆે અંગે ભાવનગરના સાહિત્ય પ્રેમીઆેના વિવિધ વોટ્સએપ ગૃપ અને ફેસબુકમાં ચર્ચાઆે ચાલી છે. આમ, હવે ચોરોથી કવિઆે પણ સલામત નથી…!! આમ તો કહેવાય કે કવિઆે પાસેથી બીજુ શું મળે પણ ઉઠાંતરીબાજો શબ્દોય ચોરી જાય તો બિચારો કવિ કયાં જશેં!

એક ભાઇને વળી ફોટા ઉઠાંતરીની ટેવ…!!
સોશ્યલ મિડીયામાં નિતનવા ગતકડાઆે સામે આવતા જાય છે જેમાં એક ભાઇનું વળી નવો કસબ બહાર આવ્યો છે! આ ભાઇને એવી ટેવ કે પોતાના ફ્રેન્ડસ લીસ્ટમાં હોય તેવા લોકોના ફોટા તેમને પુછ્યા વગર લઇ તેના પર ગમે તેવી શેર શાયરી કે પછી કવિતા મુકી પોતાની વોલ પર મુકી દે!! આવી વિકૃતિને કારણે આ વ્યકિતના ંી મિત્રો કે જે તેના ફેસબુક ફ્રેન્ડ્સ હોય તેઆે મુશ્કેલીમાં મુકાય જાય છે. આવી બહેનોને ખબર પણ ન હોય અને તેમનો ફોટો અન્યની વોલ પર ગમે તે શાયરી સાથે ફરતો હોય…!!

print

Comments

comments

VOTING POLL