સોશ્યલ મીડિયા પર ગલગલિયા કરાવતી રાજકીય ‘સ્લોગન વોર’

November 14, 2017 at 4:46 pm


ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ વધુ રસપ્રદ અને ભીષણ બની રહી છે. ગુજરાતની આ ભારે પ્રતિાભરી બનેલી ચૂંટણીમાં મુખ્ય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ એકબીજાની સામે જે સ્લોગનબાજી કરી રહ્યા છે તે લોકોમાં ખુબ ચર્ચાસ્પદ છે અને ખાસ કરીને સોશ્યલ મીડીયા પર આ પ્રકારના એકબીજા પર કાદવ ઉછાળના સુત્રો અત્યારે લોકોમાં ભારે રસ જગાવી રહ્યા છે અને એક રીતે જોઈએ તો લોકો તેમાંથી ઘણું મનોરંજન પણ મેળવી રહ્યા છે.

ભાજપની વિરૂધ્ધમાં નામ વગર સોશ્યલ મીડીયા પર ફરીવાર આક્રમક સુત્રો વહેતા થયા છે અને તે વાઈરલ થઈ રહ્યા છે. એ જ રીતે કોંગ્રેસ વિરૂધ્ધના સ્લોગન પણ વોટસએપ, ટવીટર પર વાઈરલ થઈ રહ્યા છે અને આ પ્રકારે લોકોમાં ભારે રોમાંચ પેદા થઈ રહ્યો છે. એક ટોચના નેતાએ એમ કહ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી મોબાઈલ ફોન પર લડાશે પરંતુ આ હકિકત તો અત્યારે જ જાણે સાચી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.
રાહુલ ગાંધી અને કોંગ્રેસ વિરૂધ્ધ નવા નવા જોક અને સ્લોગન પણ સોશ્યલ મીડીયા પર વાઈરલ થઈ રહ્યા છે. દાખલા તરીકે વોટસએપ પર વાઈરલ થયેલા આવા એક સ્લોગનમાં એમ લખ્યું છે કે, અરવિંદ કેજરીવાલે રાહુલ ગાંધીને ફોન કરીને કહ્યું કે, ‘કોઈ સારા જોક હોય તો મોકલો’ ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘હું અત્યારે ગુજરાતની ચૂંટણી જીતવા જઈ રહ્યો છું અને મારે વડાપ્રધાન થવું છે’ આ વાંચીને કેજરીવાલે બીજો મેસેજ મોકલ્યો કે, આવો જ બીજો જોક પણ મોકલો. વર્ષેા પહેલા ઈન્દીરા ગાંધી જયારે ચૂંટણીના મેદાનમાં હતા ત્યારે પણ ભાજપ દ્રારા એમની વિરૂધ્ધમાં એવું સુત્ર વહેતું થયું હતું કે, ”વાહ રે ઈન્દીરા તેરા ખેલ… ખા ગઈ સકકર, પી ગઈ તેલ…’
અત્યારે જે ભાજપ વિરૂધ્ધના સુત્રો વહેતા થયા છે તેમાં એવા સંવાદો છે કે, ‘મારૂ હાળુ એ નથી સમજાતું કે, ‘જો ભાજપ જીતી રહ્યું હોય તો અમિત શાહને ઘેર ઘેર કાગળીયા વેચવા કેમ જવું પડે છે ?’

‘મારૂ હાળુ એ નથી સમજાતું કે, ગુજરાત સરકારે તોફાનોના નામે કેમ ખાલી હિન્દુઓને જ કેમ જેલમાં પુર્યા ?’ ‘મારૂ હાળુ એ નથી સમજાતું કે, ગુજરાતમાં તોફાનો ભાજપના ઉદય પછી જ કેમ થવા લાગ્યા ?’
‘મારૂ હાળુ એ નથી સમજાતું કે, આ સરદારના નામે ખેડૂતો જોડેથી લોખડં ઉઘરાવ્યું હતું એનું શું થયું ? સ્ટેચ્યુ તો ચાઈનામાં બને છે.
‘મારૂ હાળુ એ નથી સમજાતું કે, પેલા વિદેશના કાળાં નાણાંનું શું થયું ?
‘મારૂ હાળુ એ નથી સમજાતું કે, ખેડુત ગાડીમાં ફરતો થયો તો ગુજરાત સરકારે કેમ ખેડૂતોને મારવા પડયા ?’
ભાજપ દ્રારા પણ પ્રચારમાં જોરદાર તેજી લાવવામાં આવી છે અને સર્જીકલ સ્ટ્રાઈક તેમજ મોંઘવારીને દુર કરવાના સુત્રો વહેતા મુકાયા છે. રાજકોટ વિજય ભવ:ના હોડર્ીંગ જેમ આખા શહેરમાં છે તેમ સોશ્યલ મીડીયા પર પણ આ સ્લોગન વાયરલ થયું છે અને લોકોમાં આ બન્ને પક્ષોની સામસામી આક્ષેપબાજી અને સ્લોગનબાજીએ સોશ્યલ મીડીયાના વપરાશકારોને બીઝી રાખ્યા છે અને એક પ્રકારનું રાજકીય યુધ્ધનું મનોરંજન પણ લોકો મેળવી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL