સોãટવેરમાં ક્ષતિઆે વચ્ચે આરટીઆેમાં કોઈ પણ કામ માટે કાલથી ઈ -પેમેન્ટ ફરજીયાત

June 30, 2018 at 12:15 pm


સુવિધા આેનલાઈન કરવા સરકારે કમર કસી પણ અનેક ક્ષતિઆેથી અરજદારોને હાડમારી વધવાની પૂર્ણ શકયતા

આરટીઆેમાં કામો માટે નૈવેધ ધરવા પડે છે તે ફરિયાદ વચ્ચે હવે કેશલેસ વ્યવહાર માટે 1 જુલાઈથી ઇ પેમેન્ટ ફરજીયાત થઈ રહ્યું છે પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે ઇ પેમેન્ટ માટે હજુ આરટીઆે પૂર્ણ પણે સં નથી આથી અરજદારોને જ પરેશાન થવું પડશે તેમાં કોઈ બે મત નથી !
આરટીઆેમાં કોઈ પણ પ્રકારનું કામ હશે 1 જુલાઈથી તેની ફી આેનલાઈન પધ્ધતિથી જ િસ્વકારવા નિર્ણય થયો છે. કેશલેસ અભિયાનને આગળ ધપાવવા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે તેનો એક હેતુ ભસ્ટ્રાચાર અટકાવવાનો પણ છે પરંતુ સર્વર ડાઉન જેવી સમસ્યા ઉભી જ છે આ ઉપરાંત આ સોãટવેર હજુ પુરી રીતે કાર્યક્ષમ નહી હોવાનું પણ જાણવા મળ્યું છે. 1 જુલાઈથી અમલવારી પૂર્વે તંત્રએ ટ્રાયલ લેતા અરજદારોને ખાતામાંથી રકમ તો કપાત થઈ પરંતુ આરટીઆેના ચોપડે જમા બોલતી નથી..! તેમજ એક વખત રકમ કપાત થયા પછી બીજીવાર નથી ફી નો િસ્વકાર થતો કે નથી રકમ જમા બોલતી ! આમ, હાલતો આ સોãટવેર ક્ષતિઆેથી ભરેલો છે ત્યારે આવતીકાલથી અમલવારી પૂર્વે તેની ક્ષતિઆે દૂર થાય તે અરજદારોના હિતમાં રહેશે.
સરકાર ડીજીટેલાઇઝેશન અને કેશ-લેસ પેમેન્ટ તરફ આગળ વધી રહી છે ત્યારે ઇ-પેમેન્ટની સિસ્ટમ આવકાર્ય છે પરંતુ તે પુર્વે યોગ્ય તાલીમ અને કનેકટીવિટી સહિતની સુવિધા પણ એટલી જ જરૂરી છે.

print

Comments

comments

VOTING POLL