સૌથી વધુ વજન ધરાવતી મહિલા ઇમાનનું અબૂ ધાબીમાં નિધન

September 25, 2017 at 3:12 pm


ગત ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં સારવાર માટે આવેલી દુનિયાની સૌથી વજનદાર મહિલાનું મોત થયું છે. પોતાના 37માં જન્મદિવસના એક અઠવાડિયા બાદ અબુ ધાબીની બુર્જિલ હોસ્પિટલમાં ઇમાને છેલ્લાં શ્વાસ લીધા હતા. બુર્જિલ હોસ્પિટલના ડોક્ટરોએ હાર્ટ ડિસિઝ અને કિડની ફંક્શનમાં ખામી થતાં આજે વહેલી સવારે તેનું મોત નિપજ્યું હોવાનું જણાવ્યું છે.

ફેબ્રુઆરી 2017માં ઇમાન ઇજિપ્તથી મુંબઇ આવી ત્યારે તેનું વજન 500 કિલો કરતાં પણ વધારે હતું. ત્યારબાદ અહીં સર્જરીથી 250 કિલો વજન ઓછું થયું હતું. માર્ચ મહિનામાં મુંબઇમાં થયેલી મલ્ટીપલ સર્જરી બાદ તેના વજનમાં 250 કિલોનો ઘટાડો થયો હતો. ત્યારબાદ તેના પરિવારજનો તેને મુંબઇથી અબુધાબી લઇ ગયા હતા.

print

Comments

comments

VOTING POLL