‘સૌદાગર’ માટે દબંગ ખાન-કિંગ ખાન પરફેક્ટ

January 12, 2018 at 6:40 pm


બે સુપરસ્ટાર્સ એક જ ફિલ્મમાં સાથે કામ કરે ત્યારે ફિલ્મ જોવાની મજા પણ બમણી થઇ જાય છે. તેમાંય વળી દબંગ ખાન અને કિંગ ખાન જેવા કલાકારો એક ફિલ્મમાં જોવા મળે તો પછી શું કહેવું! બાૅલીવૂડ અભિનેતા ગુલશન ગ્રાેવરનું કહેવું છે કે જો ‘સૌદાગર’ ફિલ્મની સીકવલ બને તો તેમાં શાહરુખ ખાન અને સલમાન ખાન એકદમ બંધબેસતા કલાકારો છે. 1991ના વર્ષમાં આવેલી ફિલ્મ ‘સૌદાગર’માં હિંદી સિનેમાના પીઢ કલાકાર દિલીપ કુમાર, વિવેક મુશરાન, મનિષા કોઇરાલા, ગુલશન ગ્રાેવર, જૅકી શ્રાેફ, અનુપમ ખેર, સ્વ. અમરીશ પૂરી અને સ્વ. રાજ કુમાર જેવા ઉમદા કલાકારોએ કામ કર્યું હતું અને ફિલ્મનું દિગ્દર્શન જાણીતા અને પ્રખ્યાત દિગ્દર્શક સુભાષ ઘાઇના હેઠળ થયેલું હતું. ‘સૌદાગરનો હિસ્સો રહી ચૂકેલા અભિનેતા ગુલશન ગ્રાેવર વધુમાં કહે છે કે ‘મને મારી કારકિદ}નો વેગ આ જ ફિલ્મથી મળ્યો હતો. રાજકુમાર અને દિલીપકુમાર સાથે કામ કરવાની તક મળી અને મારા કરિયરમાં મને એક નવી દિશા મળી તે હું જીવનભર નહી ભૂલી શકું. મારા હિસાબે રાજેશ્વર (રાજકુમાર) અને વીરુ (દિલીપકુમાર)નાપાત્રમાં અત્યારના જમાનામાં સલમાન ખાન અને શાહરુખ ખાન સિવાય કોઇ કલાકાર પરફેક્ટ નહી બેસે’

print

Comments

comments

VOTING POLL