સૌના વિકાસની ચિંતા કરતી સેવા સંસ્થાઆે નમસ્કારને પાત્ર છે – શિક્ષણ મંત્રી ચુડાસમા

January 11, 2017 at 2:59 pm


દેશ આઝાદ થયાને સાત દાયકા બાદ લોકો સ્વ વિકાસની વાતો કરતાં થયા છે. તેવા સમયમાં સૌના વિકાસની ચિંતા કરતી સેવા સંસ્થાઆે નમસ્કારને પાત્ર છે. દરેક માણસના મનમાં આદર થાય તેવી ભાવના રહેલી હોય છે. આજે દાતા, શિક્ષણવિદ, સામાજીક કાર્યકરનું સન્માન મારા હાથે થવાના કારણે હું સન્માનીત થયો છું.

ભાવનગરની જાણીતી સેવા સંસ્થા શિશુ વિહાર ખાતે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહચુડાસમાની ઉપિસ્થતિમાં બાળ પુસ્તકાલય પ્રાેત્સાહન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો દીપ પ્રાગટé કરી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપરોક્ત વાત કરતા જણાવ્યું હતું કે,દાતાઆે આભનો ટેકો હોય છે. દાતાઆેના સહયોગથી સેવા સંસ્થાઆે ચાલતી હોય છે. આ સેવા સંસ્થાઆે સમાજના પાયા સ્વરૂપ હોય છે. તેમણે આ પ્રસંગે દેશના શહિદોને યાદ કર્યા હતા તેમની ત્યાગની ભાવનાને બિરદાવી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રાથમિક શાળાના બાળ પુસ્તકાલય આધારિત વકતૃત્વ,ચિત્ર સ્પર્ધાના વિજેતાને,શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરતાં શિક્ષકો, શિક્ષિકાઆેને,અમરેલી જિલ્લામાં બાળ પુસ્તકાલયનું સુંદર કામ કરતાં શિક્ષકો, શિક્ષણવિદ ડો. પ્રતાપભાઈ ઉધોગપતિ કોમલકાન્ત શમાર્,સામાજીક કાર્યકર બૈજુભાઈ મહેતાને મોમેન્ટો,પુસ્તકો અર્પણ કરી સન્માનીત કરાયા હતા.
આ કાર્યક્રમમાં મેયર નીમુબેન બાંભણીયા, પ્રાંત અધિકારી તૃિપ્તબેન વ્યાસ, નાનકભાઈ ભટ્ટ, યુનિ.ના વાઈસ ચાન્સેલર શૈલેષ ઝાલા, પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશભાઈ રાવલ, અનિલભાઈ શ્રીધરાણી, આંગણવાડીના વર્કરો, શિક્ષકો, શિક્ષિકાઆે, વિધાથ}આે, વાલીઆે મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.

print

Comments

comments

VOTING POLL