સૌનો સાથ સૌનો વિકાસ પાર પાડનારૂ સર્વસ્પર્શી બજેટ: મુખ્યમંત્રી

February 2, 2018 at 12:26 pm


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના નાણા મંત્રી અરૂણ જેટલીએ રજૂ કરેલા 2018-19ના બજેટને સૌનો સાથ સૌનો વિકાસ નેમ પાર પાડનારૂ લોકરંજક સર્વસ્પશ} બજેટ ગણાવ્યું છે.

વિજયભાઈ રૂપાણીએ બજેટ પ્રતિક્રિયા આપતા સ્પષ્ટપણે કહ્યું કે, આ અંદાજપત્ર ભારતીય અર્થતંત્રને મજબુત કરનારૂ તેમજ કિસાન, ખેડૂત, ખેતી, ગ્રામીણ વિસ્તારોની ચિંતા કરનારૂ અને લઘુ ઉદ્યાેગોને પ્રાેત્સાહીત કરનારૂ છે. તેમણે ઉમેર્યુ કે નયા ભારત ન્યુ ઈન્ડિયાના નિમાર્ણ માટે આ અંદાજપત્ર અત્યંત મહત્વપુર્ણ બની રહેવાનું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ વર્ષના બજેટમાં ઈઝ આેફ ડુIગ સાથે ઈઝ આેફ લિવિંગનો નવો કન્સેપ્ટ સૌના જીવન ધોરણમાં સુધાર લાવશે. રૂપાણીએ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, સિંચાઈ જેવા પાયાના ક્ષેત્રોમાં મહત્વપુર્ણ લાભકારી આ બજેટની વિશેષતા વર્ણવતા કહ્યું કે આયુષ્યમાન ભારતના ફલેગશીપ કાર્યક્રમ અન્વયે પહેલીવાર 50 કરોડ ગરીબ લાભાર્થીઆેને રૂા.પાંચ લાખનું વાર્ષિક આરોગ્ય સુરક્ષા કવચ સહકાર આપવાની છે.

તેમણે ઉમેર્યું કે ગરીબ પરિવારો પર વિશેષ ધ્યાન આપનારા આ કેન્દ્રીય બજેટમાં ચાર કરોડ ગરીબોને વિનામુલ્યે વીજ સુવિધા અને આઠ કરોડ ગ્રામીણ માતા-બહેનોને રસોડાના ધુમાડાથી મુિક્ત અપાવી ઉજવલા તહેત રાંધણ ગેસ કનેકશન આપવાની સંકલ્પબધ્ધતા ગરીબો પ્રત્યેની કેન્દ્ર સરકારની સંવેદના પ્રતિઘોષ પાડે છે. મુખ્યમંત્રીએ ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવોમાં વધારો, ગ્રીન હાઉસ, ફુડ પ્રાેસેસીગ ક્ષેત્રે ઝોક તેમજ કલસ્ટર આધારીત ખેતી અને હરેક ખેતરને સિંચાઈ સુવિધા આપવા 2600 કરોડના પ્રાવધાન સાથેના આેપરેશન ગ્રીનની સરાહના કરતા કહ્યું કે ખેડૂતો માટે આ ઉત્કૃષ્ટ બજેટ છે.

વિજયભાઈ રૂપાણીએ યુવા વર્ગોને રોજગાર અવસરો, મહિલાઆે, નાના મધ્યમ ઉદ્યાેગધારો માટે પ્રાેત્સાહક નીતિઆે સાથેનું આ બજેટ ન્યુ ઈન્ડિયાનું લક્ષ્ય સાકાર કરનારૂ બને તેવો વિશ્વાસ દશાર્વ્યો છે. તેમણે કહ્યું કે નવી તકોનું નિમાર્ણ, નવી મેડિકલ કોલેજો, હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર્સ, જિલ્લાઆેમાં સ્કીલ સેન્ટર અને વડોદરામાં રેલવે યુનિવસિર્ટી જેવી પહેલથી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારનું આ બજેટ ભારત માતાને સુદ્રઢ મજબુત અર્થતંત્ર તરીકે પ્રસ્થાપિત કરશે જ. મુખ્યમંત્રીએ આવા જનહિતકારી બજેટ રજૂ કરવા માટે કેન્દ્રીય નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા હતાં.

print

Comments

comments

VOTING POLL