સૌરભ ચૌધરીએ યૂથ ઓલિમ્પિકમાં જીત્યો ગોલ્ડ….

October 11, 2018 at 11:57 am


એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચનાર સૌરભ ચૌધરીએ યૂથ ઓલિમ્પિકમાં પણ પોતાની સફળતાને દોહરાવતાં પુરુષ વિભાગની ૧૦ મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ૧૬ વર્ષીય સૌરભ ચૌધરીએ ૨૪૪.૨નો સ્કોર કરી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. સાઉથ કોરિયાના સુંગ યુન્હોએ ૨૩૬.૭ના સ્કોર સાથે સિલ્વર અને સ્વિટ્ઝલેન્ડના સોલારી જેસને ૨૧૫.૬ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતનો યૂથ ઓલિમ્પિકમાં આ ત્રીજો મેડલ છે. મંગળવારે જેરેમી લાલરિનુંગાએ વેઇટલિફ્ટિંગમાં અને મનુ ભાકરે મહિલા વિભાગની ૧૦ મીટર એર પિસ્ટલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના આ સાથે ત્રણ ગોલ્ડ અને ત્રણ સિલ્વર સાથે છ મેડલ થઈ ગયા છે જે પૈકી શૂટિંગમાં ચોથો મેડલ છે. અન્ય શૂટર્સમાં મેહુલી ઘોષ અને શાનુ માનેએ પણ બે સિલ્વર મેડલ જીત્યા હતા.

print

Comments

comments

VOTING POLL