સૌરાષ્ટ્રના 146 વર્ષ પ્રાચીન બાહુ જિનાલયે આજે ધ્વજા આરોહણ ઉત્સવ

February 15, 2018 at 11:16 am


સૌરાષ્ટ્રના 146 વર્ષ પ્રાચીન બાહ જિનાલયે આજે ધ્વજા આરોહણ ઉત્સવ ઉજવાયો છે. આજથી ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થયો છે.
લીંબડી જૈન મોટા ઉપાશ્રય નજીક આવેલા બાહ જિન સ્વામી નૂતન જિનાલયને પુન: પ્રતિષ્ઠા મહોત્સવને દસ વર્ષ થતાં આ વર્ષે જિનાલય ખાતે ઉત્સવની ભવ્ય ઉજવણી થઈ છે.
લીંબડીમાં અજરામર જૈન સંપ્રદાય અને ગોપાલ સંપ્રદાય સાથોસાથ બાહ જિન સ્વામી નૂતન જિનાલયનું પણ અનેરું મહત્વ છે. સૌરાષ્ટ્રના 146 વર્ષજૂના પ્રાચીન તીર્થ ભવ્ય ઉજવણી કરવા શ્રાવકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ધ્વજા આરોહણ ઉત્સવની લીંબડી જૈન શ્ર્વેતામ્બર મૂર્તિ પૂજ્ય સંઘ દ્વારા ધ્વજા આરોહણ ઉત્સવ ઉજવવામાં આવશે. બાહ જિન સ્વામી નૂતન જિનાલય ખાતે આજથી એમ ત્રણ દિવસ સુધી મંગલ કાર્યક્રમ ઉજવવામાં આવશે જેમાં પ્રથમ દિવસે મહિલા મંડળની બહેનો દ્વારા પંચકલ્યાણક પૂજા-અર્ચના, સાંજે સંધ્યા ભક્તિ તથા બીજા દિવસે અઢાર અભિષેક તથા અંતિમ દિવસે સત્તર ભેદી પૂજા અને ધ્વજા આરોહણ કરવામાં આવશે.
આ પ્રસંગે શાસન સમ્રાટ સમૂદાયના આચાર્ય ભગવંત સિંહસેન સુરિશ્ર્વરજી મ.સા., આચાર્ય ભગવંત સુવ્રતસેન સુરિશ્ર્વરજી મ.સા. તથા વાગડવાળા સમૂદાયના સાગરાનંદ સુરિશ્ર્વરજી મ.સા.ના સમૂદાયના ગુરુ ભગવંતો નિશ્રા પ્રદાન કરશે. સફળ બનાવવા લીંબડી જૈન શ્ર્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘના ધનેશભાઈ રવિભાઈ (હેમેન્દ્રભાઈ), પરેશભાઈ મુકેશભાઈ, હિતેષભાઈ અને વિનયભાઈ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

print

Comments

comments

VOTING POLL