સૌરાષ્ટ્રમાં સવારે ઠારઃ બપોરે ગરમી

January 21, 2019 at 11:48 am


સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકાએક જોરદાર વધી ગયું છે. રાજકોટમાં 86, પોરબંદરમાં 82, વેરાવળમાં 80, દ્વારકામાં 75, આેખામાં 82, ભુજમાં 87, નલિયામાં 77, કંડલામાં 89, અમરેલીમાં 70, મહુવામાં 76, સુરતમાં 94 ટકા ભેજ નાેંધાયો છે. ભેજના કારણે સવારે ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. ભેજની સાથોસાથ અમુક સ્થળોએ ઝાકળવષાર્ પણ જોવા મળી હતી.
સવારે ફૂલગુલાબી ઠંડીનો માહોલ અનુભવાયો હતો પરંતુ બપોરે સૂર્યનારાયણના દર્શન થતાં જ ગરમી વધી ગઈ છે. રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાન 15.7, નલિયામાં 11.8, ભુજમાં 15, અમરેલીમાં 15.6 ડિગ્રી નાેંધાયું છે. કાશ્મીરમાં હિમવષાર્ના પગલે ઠંડીનો વધુ એક રાઉન્ડે એકાદ-બે દિવસમાં જ આવે તેવી શકયતા છે.

print

Comments

comments

VOTING POLL