સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનો જામ્યો રંગ: આજે નાગપંચમી

August 12, 2017 at 11:56 am


સૌરાષ્ટ્ર-કચ્છમાં સાતમ-આઠમની ઉજવણીનો ઉલ્લાસ પથરાઈ ગયો છે. આજે નાગપાંચમ છે. ગામે-ગામે નાગપાંચમ નિમિત્તે મંદિરોમાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
શ્રાવણવદ પાંચમને શનિવારે નાગપાંચમ પણ કહેવામાં આવે છે. આપણી ભારતીય મુળભુત સંસ્કૃતિમાં આપણા ઉત્સવો, વ્રતો અને સભ્યના સંસ્કારમાં ઋષિમુનીઓએ પશુ, પક્ષી, વનસ્પતિ સાથે આત્મીયતા દશર્વિતા વ્રત ઉપાસના અને તહેવાર મુકેલા.

શ્રાવણ માસમાં જ નાગ પુજા ઉત્તમ ગણાય છે. ભારત ખેતી પ્રધાન દેશ છે અને શ્રાવણ માસમાં થયેલા પાકોનું ઉંદરોથી રક્ષણ સર્પ જ કરે છે. ખાસ કરીને પાંચ ટકા જ સર્પ ઝેરી હોય છે.
કેટલાક દેવી નાગના મસ્તકમાં મણી હોય છે. તેમ આપણે જીવનમાં મેળલ ઉત્તમ ઉપદેશ મસ્તક પર ચડાવો જોઈએ. ગીતામાં પણ સર્પનો ઉદેશ આવે છે. શ્રીકૃષ્ણ ભગવાને કીધેલું નાગોમાં વાસુકી નાગ હં જ છું.
વાસુકી નાગે સમૃદ્ર મંથન વખતે સાધનપ બનીને અમૃત કાઢેલું.

નાગદેવતાનું પૂજન:
શ્રાવણ વદ પાંચમના દિવસે સવારે નિત્ય કર્મ કરી સ્નાન કરી પાણીયારા પર નાગદેવતાનો દીવો કરી (ઘીનો દિવો કરવો) બાજરાની કુલેર અર્પણ કરવી. શ્રીફળ વધેરી અર્પણ કરવું તલવટ અર્પણ કરવો અને ત્યારબાદ નવકુળ નાગના નામો બોલવા (1) અનંતાયનામ: (2) વાસુકયે નમ: (3) કર્કોટકાયનામ: (4) તક્ષકાયનમ: (5) શંખપાલાયાનામ: (6) મહપદમાય નમ: (7) નીલાય નમ: (8) કંબંલાય નમ: (9) શેષાય નમ: નવકુળ નાગના નામો બોલી પ્રાર્થના કરવી.

આગલા દિવસે પલાળેલા મગ, મઠ, જેવા કઠોળનું નૈવેધ ધરાવી એકટાણું કરવું.
આમ નાગપંચમીનો મહીમા અત્યંત પુણ્યશાળી છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોશીએ જણાવ્યું છે.
આવતીકાલે રાંધણ છઠ્ઠ છે. ઘરે ઘરે ચટપટા નાસ્તા અને મધમધતી મીઠાઈના તાવડા મુકાશે. રાધણછઠ્ઠના દિવસે પરંપરાગત રીતે નાસ્તા બન્યા બાદ બહેનો ચૂલાની પુજા કરી તેને ઠારશે. સોમવારે શિતળા સાતમનું પર્વ આ દિવસે લોકો ઠંડુ ખાઈ સાતમ ઉજવે છે. શિતળા માતાજીનું પૂજન અર્ચન કરશે. સાતમ બાદ આઠમનું પર્વ નંદલાલાના જન્મોત્સવનું વધાવવા સૌરાષ્ટ્રવાસીઓ આતુર છે. ગામેગામ ભવ્ય શોભાયાત્રા નીકળશે.

print

Comments

comments

VOTING POLL