સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં ઠંડી જાણે ગાયબ: તાપમાન ઉંચકાયું

January 12, 2018 at 11:57 am


સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં લઘુત્તમ તાપમાનનો પારો સતત ઉંચકાઈ રહ્યો છે અને તેના કારણે જાણે ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. મોડીસાંજથી સવાર સુધી વાતાવરણમાં ટાઢક હોય છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાં ગરમી વધી જાય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બપોરે આકાશમાં છૂટાછવાયા વાદળો દેખાઈ છે અને તેના કારણે ગરમીમાં થોડી રાહત રહે છે.
દરિયાકાંઠાના વિસ્તારમાં લઘુત્તમ તાપમાનનો પારો ૨૦ ડિગ્રીને પાર કરી ગયો છે. વેરાવળમાં ૨૦, ઓખામાં ૨૧.૫ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. યારે રાજકોટમાં ૧૬.૭, અમરેલીમાં ૧૭.૬, ભુજમાં ૧૬.૩, નલિયામાં ૧૫.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું છે.
મહત્તમ તાપમાન પણ સતત ઉંચકાઈ રહ્યું છે. રાજકોટમાં ૩૦, નલિયામાં ૩૧, મહુવામાં ૩૦.૮ અને વલસાડમાં ૩૨.૪ ડિગ્રી મહત્તમ તાપમાન રહેવા પામ્યું છે

print

Comments

comments

VOTING POLL