સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં રવિવારથી ઝાપટાંના વધુ એક રાઉન્ડની આગાહી

May 19, 2017 at 6:40 pm


વાતાવરણમાં ગરમી અને ભેજનું પ્રમાણ સતત વધારે હોવાના કારણે સીબી કલાઉડ ફોર્મેશનની પ્રક્રિયા થઈ રહી છે અને આગામી તા.૨૧ને રવિવારથી બે દિવસ માટે સૌરાષ્ટ્ર્ર, દીવ, દમણ, દાદરા નગર હવેલી અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં મેઘગર્જના સાથે છૂટાછવાયા ઝાપટાંની આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે. રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન ૪૧.૬, અમરેલીમાં ૪૨.૨, સુરેન્દ્રનગરમાં ૪૨, કંડલામાં ૪૧.૬, નલિયામાં ૩૫.૪ અને ભુજમાં ૩૯.૮ ડિગ્રી રહેવા પામ્યું છે.

આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ રાજકોટમાં ૮૦, વેરાવળમાં ૮૬, દ્રારકામાં ૮૨, ઓખામાં ૮૭, નલિયામાં ૭૮, કંડલામાં ૮૦ ટકા રહ્યું છે. પવનની ગતિ સરેરાશ ૧૦ કિલોમીટર આસપાસ રહેવા પામી છે પરંતુ ગઈકાલે રાજકોટ સહિત અનેક શહેરોમાં બપોરે પવનની ગતિ વધીને ૨૫ કિલોમીટર આસપાસ પહોંચી હતી

print

Comments

comments

VOTING POLL