સૌરાષ્ટ્ર્ર–કચ્છમાં સવારે ખુશનુમા વાતાવરણ, બપોરે આકરો તાપ

March 13, 2018 at 3:46 pm


મોડીસાંજથી વહેલી સવાર સુધી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ગઈકાલથી વધી રહ્યું છે. આજે પણ આ સિલસિલો ચાલુ રહ્યો છે અને પોરબંદરમાં સવારે ૯૩ ટકા ભેજ નોંધાયું હતું અને ઝાકળવર્ષા જોવા મળી હતી. રાજકોટમાં આજે ઝાકળ જોવા મળી હતી પરંતુ ગઈકાલની સરખામણીએ તેનું જોર ઓછું હતું. આજે રાજકોટમાં ૮૬, ઓખામાં ૮૬, કંડલામાં ૯૧, અમરેલીમાં ૭૧, નલિયામાં ૭૯, ભુજમાં ૮૨ ટકા ભેજ નોંધાયો છે. સવારે વાતાવરણ ખુશનુમા રહે છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાં જ ગરમીનું જોર વધી જાય છે. અમરેલીમાં ૩૮.૮ ડિગ્રી, રાજકોટમાં ૩૭.૩, ભુજમાં ૩૭.૬, નલિયામાં ૩૨.૬, સુરેન્દ્રનગરમાં ૩૭.૭, મહુવામાં ૩૭.૮ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. આજે રાજકોટમાં લઘુત્તમ તાપમાન ૧૯.૩, ભુજમાં ૧૭.૪, નલિયામાં ૧૪, અમરેલીમાં ૧૮ ડિગ્રી નોંધાયું છે

print

Comments

comments

VOTING POLL