સૌરાષ્ટ્ર-કચ્છના 16 સહિત 64 મામલતદારોની બદલી: ચૂંટણી શાખામાં ખાલી પડેલી જગ્યાઓ ભરાઇ

September 1, 2018 at 11:12 am


42 ડેપ્યુટી કલેકટરોની બદલી કરવાના હકમો ગઈકાલે કરાયા બાદ આજે રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર-કચ્છમાં 16 સહિત 64 મામલતદારોની બદલીના હકમો કયર્િ છે. ચૂંટણી શાખામાં ખાલી પડેલી જગ્યાઓ મોટાભાગે ભરાઈ ગઈ છે. નાનીબચતના મામલતદારોની જગ્યા રદ કરી 18 નગરપાલિકા વિસ્તારની નવી જગ્યાઓ ઉભી કરવામાં આવી છે. ગત તા.30-મેના રોજ મામલતદારોની બદલીના હકમો કરાયા હતા તેમાં બે મામલતદારોની બદલીમાં ફેરફારો પણ કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં જે મામલતદારોની બદલી થઈ છે તેમાં ગાંધીધામના આર.બી. અસારીને કચ્છના ચૂંટણી વિભાગમાં મુકવામાં આવેલ છે અને કચ્છના ચૂંટણી વિભાગના મામલતદાર ડી.એસ. પ્રજાપતિને ગાંધીનગર ખાતે બદલવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના મામલતદાર પી.બી. ચૌહાણને જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે બદલવામાં આવેલ છે. ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં મામલતદાર તરીકે ફરજ બજાવતાં જી.એમ. મહાવદિયાને સાયલાના મામલતદારનું પોસ્ટિંગ અપાયું છે. જૂનાગઢ જિલ્લામાં વંથલી ખાતે ફરજ બજાવતાં બી.પી. ચૌહાણને પાટણ જિલ્લાના સાંતલપુરમાં મુકવામાં આવ્યા છે. ગીર-સોમનાથ જિલ્લાના ગીરગઢડા ખાતે ફરજ બજાવતા એચ.આર. કોરડિયાને પોરબંદર જિલ્લાના રાણાવાવમાં મુકવામાં આવ્યા છે. જૂનાગઢના અધિક ચીટનીશ એચ.કે. પરમારને જામનગર ખાતે મધ્યાહન ભોજન યોજના ખાતે મુકવામાં આવ્યા છે. જામનગરના કાલાવડ ખાતેના મામલતદાર કે.ટી. પંડયાને ભાવનગર જિલ્લામાં જેસર ખાતે પોસ્ટિંગ અપાયું છે. ભાવનગર જિલ્લાના જેસરના મામલતદાર પી.એમ. જાદવને પંચમહાલ જિલ્લાના કાલોલમાં મુકવામાં આવ્યા છે. જ્યારે ગીર-સોમનાથ જિલ્લાના કોડીનારના માલમતદાર આર.જે. દેસાઈને જામનગર જિલ્લાના કાલાવડમાં બદલી કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાના જસદણના મામલતદાર પી.એ. ઝાલાને અમરેલી જિલ્લાના ધારીમાં મુકવામાં આવ્યા છે. અમરેલી જિલ્લાના ધારીના આર.ડી. ડાંગીને કચ્છ જિલ્લાના માંડવીમાં મુકવામાં આવ્યા છે.
મામલતદાર અને કૃષિપંચની જગ્યાની કામગીરી જે તે વિસ્તારના તાલુકા મામલતદારને સોંપવા, મામલતદાર (નાનીબચત)ની જગ્યાઓ રદ કરી તેની સામે 18 નગરપાલિકા વિસ્તારમાં નવી સિટી મામલતદારની જગ્યા ઉભી કરવાની હોય તેમજ મામલતદા (મ્યુનિસિપાલિટી)ની જગ્યા રદ કરવામાં આવેલ હોય આ જગ્યાએ નિયુકત સીધી ભરતીના અજમાયશી મામલતદારોને પણ બદલવામાં આવ્યા છે તેમાં જૂનાગઢના કુ.જે.આર. ગોહેલને, ગીર-સોમનાથમાં રાજકોટના ડી.એન. બગસરિયાને, અમરેલીમાં સુરેન્દ્રનગરના એ.બી. જાદવને સુરેન્દ્રનગરની ચૂંટણી શાખામાં મુકવામાં આવેલ છે. જૂનાગઢના મામલતદાર વી.એચ. બારહટને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુકવામાં આવેલ છે.

print

Comments

comments

VOTING POLL