સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળા જેવો આકરો તાપ: રાજ્યમાં સૌથી ઉંચું તાપમાન ભુજમાં 40 ડિગ્રી

October 6, 2017 at 12:16 pm


સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં ઉનાળાની સીઝન જેવા આકરાં તાપ્નો સામનો લોકો કરી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચું તાપમાન ભુજમાં 40 ડિગ્રી નોંધાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલી સીસ્ટમના કારણે આવતીકાલથી ત્રણ દિવસ માટે સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયના ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે.

અમદાવાદમાં 39.4, ડિસામાં 39.3, ગાંધીનગર અને ઈડરમાં 39, ભાવનગરમાં 38, અમરેલીમાં 37, રાજકોટમાં 37.3, વેરાવળ-સુરેન્દ્રનગરમાં 37 અને કંડલામાં 38.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.

print

Comments

comments

VOTING POLL