સૌરાષ્ટ્ર-કચ્છમાં કાળઝાળ ગરમી, લૂ અને બફારાથી જનજીવન આકૂળ-વ્યાકૂળ

May 16, 2018 at 1:36 pm


એપ્રિલ મહિનાથી શરૂ થયેલ કાળઝાળ ગરમીનો દોર ધીમો પડવાનું નામ લેતો નથી. એપ્રિલ મહિનો આખો 40 ડિગ્રીથી વધુ તાપમાન રહ્યા બાદ મે મહિનામાં પણ મહત્તમ તાપમાનનું પ્રમાણ 41થી 44 ડિગ્રી વચ્ચે રહેવા પામ્યું છે અને તેના કારણે લોકો કાળઝાળ ગરમીથી ત્રસ્ત બની ગયા છે. અધુરામાં પુરું હોય તેમ આજે બફારો પણ જોરદાર બન્યાે છે. પરસેવાના રેગાડા ઉતરી રહ્યા છે અને અંગ દઝાડતી લૂ ફૂંકાઈ રહી હોવાથી જનજીવન આકૂળ-વ્યાકૂળ બની ગયું છે.
હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવાયા મુજબ દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં અને તેની આસપાસના વિસ્તારોમાં વેલમાર્ક લો-પ્રેશર સજાર્યું છે અને તેની સાથોસાથ દરિયાની સપાટીથી 5.8 કિલોમીટરની ઉંચાઈ પર સાયકલોનિક સરકયુલેશન સજાર્યું છે. આ બન્ને સીસ્ટમના કારણે આગામી 36 કલાકમાં અરબી સમુદ્રમાં ડિપ્રેશન સજાર્શે. જો કે, ડિપ્રેશનવાળી આ સીસ્ટમ અદાન અને તેની આસપાસના ગલ્ફ વિસ્તારમાં આગળ વધવાની છે તેવું અનુમાન છે.
અરબી સમુદ્રમાં સજાર્યેલી સીસ્ટમના કારણે માછીમારોને દક્ષિણ, પશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવા માટે ઈન્ડિયન મેટ્રાેલોજિકલ ડિપાર્ટમેન્ટે ચેતવણી આપી છે.
ગઈકાલે સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચું તાપમાન સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી નાેંધાયું હતું. રાજકોટમાં 43, અમરેલીમાં 42.2, ભુજમાં 40, કંડલામાં 42, અમદાવાદમાં 42.9, ગાંધીનગરમાં 43, વિદ્યાનગરમાં 42 અને વડોદરામાં 41.1 ડિગ્રી નાેંધાયું છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે સવારથી ભેજનું પ્રમાણ વધી ગયું છે. વેરાવળમાં 76, દ્વારકામાં 70, આેખામાં 75, નલિયામાં 66 ટકા ભેજ નાેંધાયો છે. જ્યારે અન્ય વિસ્તારોમાં સરેરાશ 25થી 30 ટકા ભેજ રહેવા પામ્યો છે.

print

Comments

comments

VOTING POLL