સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા હળવા-ભારે ઝાપટાંનો વરસાદી માહોલ

July 17, 2017 at 12:35 pm


છેલ્લા બે દિવસમાં રાજકોટ ઉપરાંત હાલાર, ઝાલાવાડની ધરતીમાં સાંબેલાધાર મેઘસવારી બાદ જામનગર જિલ્લામાં આજે સવારથી વરસાદનું આગમન થતાં ધ્રોલ, ફલા, જામવંથલી તેમજ જામનગર શહેર સહિતના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ વરસાદ પડી ગયો હતો. જયારે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ સહિતના સમગ્ર વિસ્તારમાં છૂટાછવાયા હળવા-ભારે ઝાપટા ઉપરાંત કોક સ્થળે 1 થી 1 ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર, ધ્રોલ, ફલા, જામવંથલી સહિતના વિસ્તારોમાં આજે સવારથી વરસાદ શ થયો હતો જેમાં 10 વાગ્યા સુધીમાં ધ્રોલ, જામવંથલી, ફલામાં 3 ઇંચથી વધુ પડી ગયો હતો. કંકાવટી ડેમ ફરી ઓવરફલો થતાં એનડીઆરએફ ટુકડીઓ સ્ટેન્ડ ટુ કરી દેવાઈ હતી. જામનગરમાં પણ 1 ઇંચ વરસાદ થયો હતો. જયારે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ શહેરમાં ગઈકાલથી હળવા-ભારે ઝાપટા શ થયા હતા. જેમાં રાજકોટના કોટડાસાંગાણીમાં 1 ઇંચને બાદ કરતા ધોરાજી, જસદણ, ગોંડલ, જેતપુર, પડધરી સહિતના પંથકમાં હળવા ભારે ઝાપટા પડયા હતા. આ ઉપરાંત મોરબીમાં દોઢ ઇંચ અને બાકીના વિસ્તારોમાં હળવા ભારે ઝાપટા પડયા હતા. પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી જિલ્લામાં પણ હળવા ભારે ઝાપટા પડયા હતા. ભાવનગર અને બોટાદ જિલ્લામાં ઉમરાળામાં દોઢ ઇંચને બાદ કરતા સમગ્ર વિસ્તારમાં હળવા ઝાપટાનો વરસાદ નોંધાયો હતો.

print

Comments

comments

VOTING POLL