સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રûસમાજના જિલ્લા કક્ષાના હોદ્દેદારોની ચૂંટણી, શૈક્ષણિક સન્માન કાર્યક્રમ અંગે યાદી

August 22, 2018 at 11:41 am


સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રûસમાજ ટ્રસ્ટ દ્વારા પ્રભાસપાટણ ખાતે યોજાઈ ગયેલી વરિષ્ઠ બોડી કારોબારીની બેઠકમાં ટ્રસ્ટના જિલ્લા કક્ષાના પ્રમુખ, મંત્રી અને બે કારોબારી સભ્યોની ચૂંટણી યોજવા અને તેજસ્વી વિદ્યાર્થી શૈક્ષણીક સન્માન પુરસ્કાર વિતરણ કાર્યક્રમ યોજવા સહિતના ઠરાવો થયા હતા.

તેમાં સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રûસમાજ ટ્રસ્ટની વરિષ્ઠ બોડી કારોબારીની મુદત પુર્ણ થઈ છે એટલે આગામી ટર્મ એટલે કે, 2018-19ના બે વર્ષ માટે જિલ્લા પ્રમુખ, મંત્રી, બે કારોબારી સભ્યોની ચૂંટણી થશે. જેમાં આજીવન સભ્યો પેટ્રન સભ્યો મતદાન કરી શકશે. તા.31 સુધીમાં બન્નેના આજીવન સભ્યો ભાગ લઈ શકશે. જિલ્લાના પ્રમુખે પોતાના જિલ્લાના તમામ મતદારો જે છે તેને સમયસર જાણ કરવાની રહેશે. આ પ્રક્રિયા તા.7/10 પહેલા ચૂંટણી અંગેનું કાર્ય પુર્ણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અને ચૂંટાયેલા સભ્યોના નામ ચૂંટણી અધિકારી ડી.જી.મહેતાને પહાેંચતા કરવા જણાવ્યું છે. ઉપરાંત ધો.10 અને 12, સ્નાતક, અનુસ્નાતક, ડીપ્લોમા, મેડીકલમાં ઉત}ણ થયા છે તેવા વિદ્યાર્થીઆેના ઉત્કર્ષ યોજનાને ધ્યાને લઈ યોગ્ય પુરસ્કાર અર્પણ થશે. ગુણપત્રક તા.30/9 સુધીમાં ડી.જી.મહેતા અમરેલી પહાેંચતા કરવા તેમજ ગુણપત્રકની પાછળ પોતાનંુ નામ, સરનામુ, મોબાઈલ નંબર લખવા જણાવ્યું છે.

print

Comments

comments

VOTING POLL