સૌરાષ્ટ્ર-કચ્છ સેન્ટ્રલી એ.સી.: ગિરનાર પર્વત ઉપર 4, નલિયામાં 5.4

January 11, 2017 at 10:44 am


સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં આજે સતત ત્રીજા દિવસે કોલ્ડવેવ યથાવત રહ્યો છે. બર્ફિલા પવનની તીવ્રતાની સાથોસાથ લઘુત્તમ તાપમાનના પ્રમાણમાં પણ જોરદાર ઘટાડો થતાં સીઝનની રેકર્ડબ્રેક ઠંડી આજે રાજકોટ, નલિયા, પોરબંદર, કંડલા, માંડવી સહિતના અનેક વિસ્તારોમાં અનુભવાઈ છે. સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયા ખાતે 5.4 ડિગ્રી નોંધાયું છે. પર્વત અને જંગલથી ઘેરાયેલા જૂનાગઢ જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને જૂનાગઢ શહેર, ભવનાથ અને ગિરનાર તળેટીમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. જૂનાગઢમાં આજે લઘુત્તમ તાપમાન 8, ભવનાથમાં 6 અને ગિરનાર પર્વત પર માત્ર 4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જોરદાર ઠંડીના કારણે માટલામાં બરફની તર જામી ગયેલી જોવા મળતી હતી અને સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ જાણે સેન્ટ્રલી એ.સી.માં કુદરતે ફેરવી નાખ્યું હોય તેવો અનુભવ લોકો કરી રહ્યા છે.
અન્ય શહેરોના લઘુત્તમ તાપમાન પર નજર નાખીએ તો આજે ડિસામાં 6.8, અમદાવાદમાં 10.3, વડોદરામાં 10, સુરતમાં 12.8, રાજકોટમાં 8.3, ભાવનગરમાં 11.4, પોરબંદરમાં 8, વેરાવળમાં 12.9, દ્વારકામાં 14.1, ઓખામાં 17.5, ભુજમાં 10.2, નલિયામાં 5.4, સુરેન્દ્રનગર 10.3, કંડલામાં 7.7, અમરેલીમાં 11.6, ધારીમાં 7, જૂનાગઢમાં 8, ગિરનાર પર્વત ઉપર 4, ભવનાથ તળેટીમાં 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગાંધીનગરમાં 8.8, મહવામાં 10.3, દીવમાં 11.7, વલસાડમાં 9.5, વલ્લભ વિદ્યાનગરમાં 12.4 અને માંડવી (કચ્છ)માં 8.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

print

Comments

comments

VOTING POLL