સૌરાષ્ટ્ર હેરિટેજ ચેર દ્વારા ભાષાના શબ્દ ભંડોળ વિકાસ માટે આજથી કાર્યશાળા

July 11, 2018 at 3:42 pm


.

સૌરાષ્ટ્ર હેરિટેજ ચેર ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના અંગ્રેજીભવનમાં સૌરાષ્ટ્રભાષાનાં શબ્દ ભંડોળ વિકાસ માટે એક અઠવાડિયાની કાર્યશાળાનું આયોજન કરાયું છે. સૌરાષ્ટ્ર યુનિવસિર્ટી દ્વારા સ્થાપિત સૌરાષ્ટ્ર હેરિટેજ ચેર, મદુરાઈના સૌરાષ્ટ્ર સાહિત્ય સદસ્ય તેમજ ભારત સરકારના üુમન રિસોર્સ ડેવલોપમેન્ટ (માનવ સંસાધન વિકાસ) મંત્રાલય દ્વારા મૈસુર સ્થિત સેન્ટ્રલ ઈન્સ્ટીટયુટ આેફ ઈન્ડિયન લેંગ્વેજીસના સંયુકત ઉપક્રમે આજથી તા.17 સુધીમાં (શનિ-રવિ છોડીને) એક શબ્દ ભંડોળ વિકાસ કાર્યશાળા આયોજન કરવામાં આવેલ છે.

દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં 11મી સદીથી મૂળભૂત રીતે સૌરાષ્ટ્રનાં લોકો વસે છે જે ત્યાં સૌરાષ્ટ્રી લોકો તરીકે આેળખાય છે તથા તેમની ભાષાને સૌરાષ્ટ્રી ભાષા તરીકે આેળખવામાં આવે છે. તમિલનાડુમાં આ ભાષાને લધુમતિભાષાનો દરજજો મળ્યો છે. તેમજ ભારત સરકાર દ્વારા આવી ભાષાઆેના સંરક્ષણ અને સંવર્ધન માટે સીઆઈઆઈએલ દ્વારા ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે. સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીએ આ સૌરાષ્ટ્રીલોકો સાથે સધન નાતો બાંધવાના પ્રયાસ રૂપે સૌરાષ્ટ્ર હેરિટેજ ચેરની સ્થાપના કરવામાં આવેલ છે.

હાલમાં નવા 5000 શબ્દોની યાદી તૈયાર કરવામાં આવેલ છે. આ શબ્દો વિવિધ બોલીઆે તેમજ સૌરાષ્ટ્રી સાહિત્યમાં ઉપયોગમાં આવી રહ્યા છે. આ માટે મદુરાઈથી ખાસ સૌરાષ્ટ્રી ભાષાના 15 તજજ્ઞો રાજકોટ ખાતે આવી રહ્યા છે. તેઆે ગુજરાતી અને અંગ્રેજીભાષાના નિષ્ણાતો સાથે રહીને ડિકસનરી તૈયાર કરવાનું કામ કરશે જેમાં સૌરાષ્ટ્રી શબ્દોનંુ લખાણ, ઉચ્ચારણ અને તેના ગુજરાતી અને અંગ્રેજી સમાનાર્થી શબ્દો મુકવામાં આવશે. આ કાર્યશાળામાં ગુજરાતમાંથી પણ દસથી પંદર વિÜનો જોડાશે. આ કાર્યશાળા સવારના 10-30 થી 12 વાગ્યા દરમિયાન અંગ્રેજી ભવનના વ્યાસ સેમિનાર હોલમાં ગોઠવવામાં આવેલ છે.

print

Comments

comments

VOTING POLL