સૌ.યુનિ.માં એનએસયુઆઇનું હલ્લાબોલઃ પંચાલની નેઇમ પ્લેટ તોડી નાખી

September 11, 2018 at 3:05 pm


પીએચ.ડી.નું સંશોધન કરી રહેલી એક વિદ્યાર્થિનીનું જાતિય શોષણ કરવાના પ્રકરણમાં સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના બાયોસાયન્સ ભવનના પ્રાે.નિલેશ પંચાલને તાત્કાલીક અસરથી નોકરીમાંથી બરતરફ કરવા અને તેની ગાઈડશિપ રદ કરવાની માગણી સાથે આજે નેશનલ સ્ટુડન્ટ યુનિયન આેફ ઈન્ડિયા (એનએસયુઆઈ) દ્વારા યુનિવસિર્ટી ખાતે હલ્લાબોલ મચાવવામાં આવ્યો હતો અને બાયો સાયન્સ ભવનના પ્રાે.નિલેશ પંચાલની નેઈમ પ્લેટ તોડી જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.

એનએસયુઆઈના આદિત્યસિંહ ગોહિલ, મુકુલ ટાંક, ભરતસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા, હરપાલસિંહ ઝાલા, નિલુ સોલંકી, નિલરાજ ખાચર, મયુરસિંહ પરમાર, પાર્થ કાલરિયા, ચેતન મંડ, બોની પટેલ, કુલદીપસિંહ જાડેજા, ઋતુરાજસિંહ ઝાલા, ઋતુરાજસિંહ જાડેજા, વિશુભા જાડેજા સહિતનાઆેની આગેવાની હેઠળ વિદ્યાર્થીઆેનો મોટો સમૂહ યુનિવસિર્ટી કેમ્પસ ખાતે બપોરે 12 વાગ્યે પહાેંચ્યો હતો અને સૂત્રોચ્ચાર-દેખાવો કર્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના કુલપતિ પદે એક મહિલા બિરાજમાન છે અને આમ છતાં લંપટ પ્રાેફેસર સામે કોઈ કાર્યવાહી ન થાય તે શિક્ષણ જગત માટે કલંકરૂપ છે. કુલપતિએ પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. હવે જો 24 કલાકમાં કોઈ નકકર કાર્યવાહી નહી થાય તો ઉપવાસ-ધરણાં સહિતના આંદોલનના ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે તેવી ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.

print

Comments

comments

VOTING POLL