સૌ.યુનિ.માં કોન્ટ્રાકટથી થતી ભરતીમાં પણ અનામત સીસ્ટમ લાગુ પાડવા માગણી

June 13, 2018 at 3:36 pm


રાજકોટ શહેર કાેંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના નેજા હેઠળ શહેરના કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપૂત, અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેન નરેશ સાગઠિયા, આેબીસી સેલના પ્રમુખ રાજુભાઈ આમરણિયા, અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના પ્રદેશ કન્વીનર પી.પી. શ્રીમાળી સહિતનાઆેની આગેવાનીમાં આજે કુલપતિને આવેદનપત્ર પાઠવી સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીમાં કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઆેની ભરતીમાં પણ અનામત પ્રથા લાગુ કરવા માગણી કરવામાં આવી હતી.

કુલપતિને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીમાં કાયમી કર્મચારીઆે નિવૃત્ત થતાં ખાલી જગ્યાઆે પર કાયમી કર્મચારીઆે નિમવામાં આવતા નથી. રાજ્ય સરકારે મંજૂર કરેલા મહેકમથી પણ વધુ કર્મચારીઆેને ફિકસ પગારથી/કોન્ટ્રાકટ પધ્ધતિથી નિમણૂક આપવામાં આવે છે. રાજ્ય સરકારના કાયદા મુજબ કોઈપણ પ્રકારની પસંદગીની પ્રક્રિયામાંથી પસાર કરવા જોઈએ. આ ઉપરાંત જે બેઠકો ભરવાની હોય તે બેઠકમાં રાજ્ય સરકારના અનામત ધોરણો લાગુ પાડવા જોઈએ.

એટલે કે 100 કારકુનોને, અન્ય કર્મચારીઆેને લેવામાં આવે તો તેમાં સરકારના નિયમોનુસાર 7 ટકા, 15 ટકા, 27 ટકા બેઠકો અનુક્રમે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજ માટે અનામત ગણી અને નિમણૂક કરવી જોઈએ. ત્યારબાદની બાકીની બેઠક પર નિમણૂક કરી શકાય. હાલમાં આપની યુનિવસિર્ટીમાં લગભગ 400 જેટલા કર્મચારી ફિકસ પગાર, કોન્ટ્રાકટ પધ્ધતિથી કાર્યરત છે જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ એમ કોઈ ઉમેદવારોને તક આપવામાં આવી નથી. દેખીતી રીતે જ રાજ્ય સરકારના તમામ નિયમોનું ઉંંઘન કરવામાં આવ્યું છે અને કુલપતિએ અને સત્તા મંડળના સભ્યોએ પોતાના મળતીયાઆેને ખોટી રીતે લાભ અપાવ્યો છે. આમ, સમાજના જરૂરિયાતવાળા લોકોને પોતાના અધિકાર મુજબની તક આપવામાં આવી નથી.

હાલમાં અખબાર માધ્યમમાંથી જાÎયા મુજબ યુનિવસિર્ટીના કર્મચારીઆેને કોઈ કંપની મારફતે લેવામાં આવ્યા હોય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વ્યવસ્થા પણ રાજ્ય સરકારના કાયદાઆેનો ભંગ છે, પાછળના દરવાજેથી ભરતી કરી પોતાના અનુકુળ મળતીયાઆેને સાચવવા માટેની ઉભી કરેલી વ્યવસ્થા છે.

સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીમાં ઘણા વિષયમાં કરાર આધારિત વ્યાખ્યાતાઆે છે તેમને દર વર્ષે રિન્યુ કરી નાખે છષ અને તેમાં કયાંય એસસી, આેબીસીનો સમાવેશ થતો નથી. આ વર્ષે જૂના રિન્યુને કેન્સલ કરી ફરી જાહેરાત આપીને કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરો.

ભારત સરકાર દ્વારા યુનિવસિર્ટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) દ્વારા બુધ્ધિપૂર્વક એ.સી., એસ.ટી., આેબીસી અને મહિલા અને વિકલાંગને અનામતમાંથી દૂર કરવા માટે વિષયદીઠ અનામત રાખતા જે રોસ્ટર ક્રમાંક કયારેય પણ ફૂલફીલ ન થતાં અનામત વર્ગના લોકોને નોકરીથી વંચિત રાખવાનું મોદી સરકારનું આ ષડયંત્ર છે.

આપના દ્વારા તાત્કાલીક અસરથી ખાલી રહેલી બેઠકો પર નવેસરથી જાહેરાત આપીને કોન્ટ્રાકટ પધ્ધતિ, ફિકસ પગાર પધ્ધતિથી કર્મચારીઆેને નિયુકત કરવામાં આવે જેથી કરીને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજના લોકોને પુરતા પ્રમાણમાં તક ઉપલબ્ધ કરાવી શકાય. આપના દ્વારા તાત્કાલીક અસરથી પગલાં ભરવામાં નહી આવે તો આપની વિરૂધ્ધ આંદોલનના કાર્યક્રમ આપવાની ફરજ પડશે.

print

Comments

comments

VOTING POLL