સ્ટાન્ડર્ડ ડિડકશન કલેઇમ કરવા બિલની જર નથી: સીબીડીટી
નાણાં પ્રધાન અરુણ જેટલીએ બજેટમાં રુ. 40 હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શનની કરેલી જાહેરાત મુજબ નોકરિયાત કરદાતાઆે અને પેન્શનરોએ આટલી રકમ માટે કોઇપણ જાતના બિલ કે ડોક્યુમેન્ટ્સ રજૂ કરવાની જરુર નથી, એવું સીબીડીટીના ચીફ સુશીલ ચંદ્રાએ જણાવ્યું હતું.
આ વખતે આ બજેટમાં પગારદાર કરદાતાઆે અને પેન્શનરોને રુ. 40 હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો મોટો લાભ આપ્યો છે.
અગાઉ કેટલાક નોકરિયાતો બિલ રજૂ કરીને કન્વેયશન અને કેટલાક મેડિકલ એલાઉન્સ મેળવતા હતા, પરંતુ હવે અમે બિલ રજૂ કરીને મેળવાતા તમામ વ્યિક્તગત અલાઉન્સ કાઢી નાખ્યા છે.
પ્રત્યેક નોકરિયાત પગારદાર માટે રુ.40 હજારની સીધી કપાત રાખી છે જેનો તમે સીધો ક્લેઇમ કરી શકો છો, એવું ચંદ્રાએ જણાવ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ આેફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી) આવક વેરા વિભાગનું નીતિ વિષયક નિર્ણય લેતું બોર્ડ છે.
ચંદ્રાના જણાવ્યા મુજબ આ નવા પગલાંથી તમામ નોકરિયાત વર્ગને લાભ થશે તેમણે કોઇપણ પ્રકારના બિલ રજૂ કર્યા વિના આ રકમની કપાત મેળવી શકશે.
સીબીડીટીના બોસે જણાવ્યું હતું કે આ બજેટે દેશના કર સંબંધી સુધારાઆેને વધુ મજબૂતાઇ બક્ષી છે. અમે મધ્યમ વર્ગ, પગારદાર વર્ગ, અને માઇક્રાે, સ્મોલ અને મિડિયમ ઍન્ટરપ્રાઇસ એમએસએમઇ સહિત સમાજના તમામ વર્ગોને લાભ આપવા માગતા હતા, એવું તેમણે કહ્યું હતું.