સ્ટાર ઇન્ડિયાએ 16347.50 કરોડમાં IPL રાઇટ્સ મેળવ્યા

September 4, 2017 at 8:03 pm


સ્ટાર ઇન્ડિયાએ હાઇ પ્રાેફાઇલ ઇન્ડિયન પ્રીમિયર લીગના ટીવી અને ડિજિટલ બ્રાેડકાસ્ટના મીડિયા અધિકાર આખરે મેળવી લીધા છે. મીડિયા અધિકારને સ્ટાર ઇન્ડિયાએ 16347.50 કરોડમાં ખરીદી લેતા આને લઇને ચાલી રહેલી અટકળોનાે અંત આવી ગયો છે. આ પહેલા આઇપીએલના મીડિયા અધિકાર સેનીની પાસે હતા. હવે વર્ષ 2018થી લઇને વર્ષ 2022 સુધી પાંચ વર્ષ માટે આઇપીએલના મીડિયા અધિકાર સ્ટાર ઇન્ડિયાની પાસે રહેશે. આઇપીએલના ભારતીય મહાિદ્ધપ અને ગ્લોબલ માકેૅટમાં બ્રાેડકાસ્ટ અને ડિજિટલ બ્રાેડક્કાસ્ટના આગામી પાંચ વર્ષના અધિકાર માટે આજે ભારે ઉત્સુકતા વચ્ચે બાેલી લગાવવામા આવી હતી. બાેલીમાં ભાગ લેવા માટે સહમતી દશાૅવનાર કુલ 24 નામ પૈકી માત્ર 14 નામ જ બાેલીમાં ભાગ લેવા માટે પહાેંચ્યા હતા. યાહુ, એમેઝોન અને ઇએસપીએન ડિજિટલે ભાગ લીધો ન હતાે. ડિજિટલ રાઇટ્સ માટે ટાઇમ્સ ઇન્ટરનેટ, રિલાયન્સ જિયો, એરટેલ, અને ફેસબુકો પણ બાેલી લગાવી હતી. પરંતુ આખરે સ્ટાર ઇન્ડિયાએ તમામ હરિફોને પછડાટ આપીને ટીવીની સાથે સાથે બ્રાેડકાસ્ટના અધિકાર મેળવી લીધા છે. આ બાબતની જાહેરાત બીસીસીઆઇના સીઇઆે રાહુલ જોહરી દ્વારા કરવામાં આવી હતી. આઇપીએલના મિડિયા રાઇટ્સ મળ્યા બાદ સ્ટાર ઇન્ડિયાના ચેરમેન ઉદય શંકરે કહ્યાુ હતુ કે અમે માનીએ છીએ આઇપીએલ એક ખુબ મોટી અને શક્તિશાળી પ્રાેપટીૅ બની રહી છે. તેમને લાગે છે કે ક્રિકેટ ચાહકો માટે ડિજિટસ અને ટીવીના ક્ષેત્રમાં કેટલાક પગલા લઇ શકાય છે. અમે ક્રિકેટની શક્તિ મારફતે દેશમાં રમતના વિકાસની ખાતરી કરવા માટે તૈયાર છીએ. વર્ષ 2008માં સાેની પિકચસેૅ 8200 કરોડમાં 10 વર્ષ માટે આઇપીએલના મીડિયા અધિકાર ખરીદી લીધા હતા.

વર્ષ 2015માં આઈપીએલના ગ્લોબલ ડિજિટલ અધિકારોને 302.2 કરોડમાં ત્રણ વર્ષ માટે નાેવી ડિજિટલને આપીદેવામાં આવ્યા હતા. આઇપીએલ હવે એક શક્તિશાળી પ્રાેપટીૅ બની ચુકી છે. લંચના ઇન્ટરવેલ માટે જાહેરાત કરવામાં આવે તે પહેલા આ અધિકારો મેળવી લીધા હતા. ટીવી અધિકારો માટે સ્ટાર અને સાેની પિક્ચસૅ નેટવર્ક મજબૂત દાવેદાર હતા જ્યારે ડિજિટલ અધિકારો માટે ટાઇમ્સ ઇન્ટરનેટ, રિલાયન્સ જીઆે, એરટેલ અને ફેસબુસ મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યા હતા. એવી આગાહી પણ કરવામાં આવી હતી કે, બીસીસીઆઈ અધિકારોમાંથી કમાણી મારફતે 20000 કરોડ રૂપિયા મેળવી લેશે. બીસીસીઆઈના સીઈઆે રાહુલ જોહરીએ કહ્યું હતું કે, આઈપીએલ મિડિયા અધિકારોની હરાજીથી ઐતિહાસિક આવક ઉભી થનાર છે. સાત કેટેગરી માટે બીડ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં ઇન્ડિયા ટેલિવિઝન, ઇન્ડિયા ડિજિટલ, યુએસ, યુરોપ, મેડિલઇસ્ટ, આફ્રિકા અને બાકીના દેશો માટે બીડ આમંત્રિત કરવામાં આવ્યા હતા. 2008માં સાેની પિક્ચસેૅ એવોર્ડ મેળવી લીધા હતા. સંભવિત કંપનીઆે દ્વારા બીડ આમંત્રિત કરવામાં આવ્યા બાદ તેમાં ચકાસણી કરવામાં આવી હતી.

print

Comments

comments

VOTING POLL