સ્ટાલિનને મળ્યો કરૂણાનિધિનો વારસો, બન્યા ડીએમકેના નવા અધ્યક્ષ

August 28, 2018 at 5:14 pm


તમિલનાડુના રાજકારણમાં આજે પેઢી પરિવર્તન થવા જઈ રહ્યું છે. ડીએમકે પ્રમુખ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કણાનિધિના નિધન પછી આજે તેમનો દીકરો એમ.કે સ્ટાલિનની પાર્ટી જનરલ બેઠકમાં બહત્પમતીથી અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. સ્ટાલિન છેલ્લાં ઘણાં સમયથી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ હતા પરંતુ હવે તેમણે ઔપચારિક રીતે જ પાર્ટીની કમાન સંભાળી લીધી છે. પાર્ટીની જનરલ કોઉન્સિલિંગ બેઠકમાં અંદાજે ૫,૦૦૦ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે.
જોકે પાર્ટીમાં અધ્યક્ષ પદ માટે માત્ર સ્ટાલિનનું નામ જ નોમિનેટ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી ડીએમકેના ઈતિહાસમાં સ્ટાલિન પાર્ટીનું અધ્યક્ષ પદ સંભાળનાર બીજા જ નેતા છે. આ પહેલાં કણાનિધિ ૪૯ વર્ષ સુધી પાર્ટીના અધ્યક્ષ રહ્યા હતા.

નોંધનીય છે કે, સ્વર્ગસ્થ પિતા અને રાયના પૂર્વ મુખ્યમંત્રી કણાનિધિ બીમાર હોવાના કારણે મોટાભાગનો સમય ઘરે જ પસાર કરતાં સ્ટાલિનને જાન્યુઆરી ૨૦૧૭માં પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્ટાલિનને ભાઈ અલાગિરીએ ચેતવણી આપી હતી કે, જો તેમને પાર્ટીમાં જગ્યા આપવામાં નહીં આવે તો તેમણે ખૂબ ખરાબ પરિણામ માટે તૈયાર રહેવું પડશે

print

Comments

comments

VOTING POLL