સ્ટેમ્પ વેન્ડરો પર ત્રાટકતું કલેકટર તંત્રઃ 20 સ્થળે ચેકિંગ

June 13, 2018 at 3:28 pm


જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની સૂચનાથી આજે કલેકટર કચેરીના નાયબ મામલતદારોની 20 જેટલી ટીમો અલગ-અલગ સ્થળોએ સ્ટેમ્પ વેન્ડરો પર ત્રાટકીને ચેકિંગ હાથ ધર્યું હતું. સ્ટેમ્પ વેન્ડરો દ્વારા બપોર બાદ આેફિસ બંધ કરી દેવાઈ છે. રૂા.20ના સ્ટેમ્પ પેપર મળતા જ નથી અને રૂા.100ના સ્ટેમ્પ પેપર કાળાબજારમાં વેચવામાં આવે છે તેવી વ્યપાક ફરિયાદો બાદ આજે 20 નાયબ મામલતદારોની ટીમ શહેરના અલગ-અલગ સ્થળોએ ત્રાટકી હતી.

ઢેબર રોડ પર ન્યુ શાકમાર્કેટ નજીક આવેલ નટવરલાલ પોપટલાલ લોઢિયા, 1-હાથીખાનામાં અમૃતલાલ કે. ચાવડા, સિવિલ કોર્ટ કમ્પાઉન્ડમાં મહેશ એસ. જોશી, 4/17 હાથીખાનામાં મહેશ દીનકરરાય વ્યાસ, મહાપાલિકાના કમ્પાઉન્ડમાં રામજીભાઈ કાકડિયા, 7-વાણિયાવાડીમાં સતિષ અમૃતલાલ માટલિયા, સિવિલ કોર્ટ કમ્પાઉન્ડમાં જયંતીલાલ પી. જોશી, મુકુંદરાય હરિલાલ ઉનડકટ, જૂની કલેકટર કચેરીના કમ્પાઉન્ડ ચેતન નટવરલાલ ચંદારાણા, 6-પંચનાથ પ્લોટમાં રાજેન્દ્ર પ્રવીણચંદ્ર અજમેરા, મોચીબજારમાં વિનયચંદ્ર શાહ, બહુમાળી ભવનમાં રાજેશ પ્રવીણચંદ્ર રાવલ, 3-ન્યુ વિશ્વનગર-મવડી પ્લોટમાં પરેશ એલ. પાદરિયા, હરિહર ચોકમાં શીલા જોરાવરસિંહ ચૌહાણ, કેનાલ રોડ પર વિમલ કૌશિકભાઈ પાઠક, સિવિલ કોર્ટ કમ્પાઉન્ડમાં સચિન નવીનદાસ અનડકટની આેફિસમાં આજે ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું. નાયબ મામલતદાર આર.કે. વાછાણી, બી.એમ. રાઠોડ, પી.બી. ચૌહાણ, એફ.એસ. યુસુફજાઈ, દર્શનાબેન ભટ્ટ, બી.જે. પંડયા, બી.આઈ. ભોજાણી, મૌલિક ટિંબડિયા, વાય.ડી. સોનપાલ, પÚાબેન પડિયા, એમ.જે. મકવાણા, જે.એમ. દેકીવાડીયા, એચ.કે. રામાણી, એસ.આર. ગીણોયા, આર.એમ.વાઝા, જી.એચ. રૂપાપરા, આર.એસ. લાવડિયા, આર.ડી. વાઘેલા, કે.યુ. જાડેજા, બી.આર. વાલા સહિતના નાયબ મામલતદારો, રેવન્યુ તલાટીઆે, શિરસ્તેદારો ચેકિંગની કામગીરીમાં જોડાયા હતા. ચેકિંગ ટીમના સભ્યોના જણાવ્યા મુજબ મોટાભાગના સ્થળોએ રૂા.20ના સ્ટેમ્પ પેપર મળતા ન હતા. જે સ્થળે લાયસન્સની મંજૂરી આપવામાં આવી છે તેના બદલે બીજા જ સ્થળે કામકાજ ચાલતું હોવાનું પણ ખૂલવા પામ્યું છે. આ તમામ બાબતનો રિપોર્ટ તૈયાર કરીને સંબંધિત પ્રાંત અધિકારીઆેને સાેંપવામાં આવશે.

print

Comments

comments

VOTING POLL