સ્પાઇસજેટે વિમાની સેવાના ભાડામાં તહેવાર સમયે લુંટફાટ શરૂ કરી

September 1, 2018 at 1:36 pm


પોરબંદરમાં સ્પાઇસજેટની વિમાની સેવાએ જન્માષ્ટમીના તહેવાર સમયે ભાડામાં લુંટફાટ શરૂ કરતા પ્રવાસીઆેમાં રોષ જોવા મળી રહ્યાે છે.તહેવારને કારણે રજાના દિવસો હોય લોકો હરવા-ફરવા જતા હોય ત્યારે દરેક સ્થળે ટ્રાફીક રહેતી હોય છે. બસો ટ્રેન, પ્લેન બધી જાતની વાહન વ્યવહાર સવિર્સ ફºલ હોય છે. કયાંય રીઝર્વેશન મળતું ન હોય ત્યારે પોરબંદરથી મુંબઇ માટે ચાલતી વિમાની સેવામાં પણ અધધધ ભાવ વધારો થયો હોય એમ 1/9/18 ની ટીકીટના દર 13ર00 છે જે બહુ જ હોય જેને કારણે મુસાફરો હેરાન-પરેશાન હોય મહીલા અગ્રણી qક્રષ્નાબેન ઠાકર પાસે મહીલાએ રજુઆત કરતા માલુમ થયેલ કે આટલા બધા ટીકીટના દર 1-ર તારીખ સુધીના છે. 3-9ના ટીકીટના દર પાંચ હજાર છે. વીમાની સેવામાં પણ આ રીતની ભાવ વધઘટ હોય એમ મુસાફરો પુછી રહ્યા છે. વિમાની સેવા ચાલુ થઇ ત્યારે એક કલાકની અંદરના પાંચ હજારથી આેછા દરની વાત થયેલ. આડા દિવસે 3600 થી 4000ના દર તો તહેવારમાં 13ર00 કેમ એવો પ્રñ લોકો દ્વારા ચર્ચાઇ રહ્યાે છે અને મુસાફરોને લુંટવા માટે તત્પર રહેતી સ્પાઇસજેટ કંપની સામે પણ રોષ જોવા મળ્યો હતો.

print

Comments

comments

VOTING POLL